એક લાખ વ્યક્તિએ એક વ્યક્તિમાં જોવા મળતી ટ્રાઇકોબેઝરનું હિંમતનગર સિવિલમાં ઓપરેશન કરાયુ, વાળ ખાવાની આદત ધરાવતી 16વર્ષની કિશોરીના પેટમાંથી બે કિલો વજનની લાંબા વાળના ગુંચડાની ગાંઠ કઢાઈ, હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક લાખની એક વ્યક્તિમાં જોવા મળતી ટ્રાયકોબેઝર નું ઓપરેશન કરવામાં આવ્યું છે.
તલોદ તાલુકાના એક ગામની કિશોરીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી આ આ કિશોરીને પેટનો દુખાવો અને સતત ઉલ્ટી થઈ રહી હતી દીકરીને સારવાર માટે હિંમતનગર સીલ હોસ્પિટલમાં ખસેડા હતા આ કિશોરી ટ્રાયકોબેઝર હોવાનું બહાર આવ્યું હતું. અને સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ તેનું બે કલાક સુધી ઓપરેશન કરી એક કિલો વજનની ગાંઠ કાઢી હતી...
આપરેશન દરમિયાન આ કિશોરીના જઠર અને નાના આંતરડા માં ફેલાયેલા વાળની ગાંઠને કાઢવામાં આવી હતી ત્યારે સામાન્ય રીતે માનસિક રીતે અસ્પષ્ટ બાળકો વાળ ખાવાની ટેવ ધરાવતા હોય છે અને આ વાળ લાંબા સમયે જઠર અને આંતરડામાં ગાંઠ રૂપે થઈ જતા છેલ્લે તે ઓપરેશન કરીને બહાર કાઢવા પડતા હોય છે સિવિલના ડોક્ટરોએ ઓપરેશન કરીને ગાઢ કાઢ્યા બાદ કિશોરી સંપૂર્ણપણે સ્વસ્થ દેખાઈ રહી હતી, અત્યારે સિવિલના ડોક્ટરોએ આ યુવતી ની કાઉન્સેલિંગ કરવાની પણ સલાહ આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500