Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લાની મહિલાઓ માટે સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવાની સુવર્ણતક

  • June 15, 2021 

સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી ઘડતર ઈચ્છુક યુવા અને ઉત્સાહી સશક્ત મહિલાઓ માટે ભારતીય થલસેનામાં સોલ્જર જનરલ ડ્યુટી પદ પર જોડાવા હેતુસર ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવેલ છે. આ ભરતીમાં ઉમેદવાર મહિલાઓ ઓનલાઈન પોર્ટલ https://joinindianarmy.nic.in પરથી તા.૨૦/૦૭/૨૦૨૧ સુધી અરજી કરી શકશે.

 

 

 

 

અરજી મેળવવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નિયત શારીરિક માપદંડ ધરાવતા ઉમેદવારોની શારીરિક યોગ્યતા કસોટી યોજાશે. જેમાં ઉમેદવારે ૧૬૦૦ મીટર દોડ, લાંબો કુદકો તથા ઉચો કુદકો નિયત માપદંડમાં પૂર્ણ કરવાનો રહેશે. ત્યારબાદ યોજાનાર લેખિત કસોટીની માહિતી વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવશે. એનસીસી પ્રમાણપત્ર ધરાવતા મહિલાઓને બોનસ ગુણ મળવાપાત્ર છે. આ ભરતીમાં ઓનલાઈન નિયત વેબસાઈટ પરથી ઉમેદવારી નોંધાવવા ઈચ્છુક મહિલાઓને જિલ્લા રોજગાર કચેરી, તાપી ખાતેથી ઓનલાઈન ફોર્મ ભરવા માટે હેલ્પડેસ્ક પણ કાર્યરત કરવમાં આવ્યું છે.

 

 

 

 

રોજગાર અધિકારી એન.ડી.ભીલ દ્વારા જિલ્લાના યુવતીઓ આ લશ્કરી ભરતી રેલીમાં ઉમેદવારી નોંધાવે તેવો આગ્રહ કરવામાં આવ્યો છે, અને વધુ વિગતો માટે જિલ્લા રોજગાર કચેરી, જિલ્લા સેવા સદન, બ્લોક નં.૪/૩, વ્યારા, તાપી, ફોન.નં. ૦૨૬૨૬-૨૨૦૨૮૯/૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application