શહેરી વિસ્તારમાંથી બાઇક ચોરી કરી ડાંગ જિલ્લામાં વેચવાનો રેકેટનો આહવા પોલીસે આરોપીને ઝડપી પર્દાફાશ કરતા ડાંગ પોલીસની સરાહનીય કામગીરીને લોકોએ બિરદાવી હતી. મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક દ્વારા ડાંગ જિલ્લામાં બાઇક ચોરીનાં અનડિટેક ગુનાની તપાસ એલ.સી.બી.ને સોંપાઈ હતી. ત્યારબાદ એલ.સી.બી., પી.એસ.આઇ. એમના સ્ટાફ સહિત પેટ્રોલિંગમાં હતા.
તે દરમિયાન આહવા ચીંચલી માર્ગ ઉપર કલમવિહીર ગામ નજીક પસાર થતા એક શંકાસ્પદ બાઇક નંબર DN/09/K/5911ને અટકાવી તપાસ કરતા બાઇક પાસે ગાડીના કાગળ ન હોય વધુ તપાસ હાથ ધરવામાં આવતા સદર ગાડી સેલવાસ પોલીસ સ્ટેશન ગુ.ર.ન.135/2023 ઇપીઓ કલમ 379માં ચોરી કામે નોંધાયેલ હોય પોલીસે બાઇક સવાર અસ્પાક સૈયદ વાની (ઉ.વ.26., રહે.નાંદનપેડા)ની ધરપકડ કરી હતી.
જોકે આ પૂછપરછ કરતા આ ગાડી આ ગાડી તેમના ઓળખીતા મકસુંદ શેખ (રહે.ધરમપુર)ના સાથે રહી ચોરી કરી હોવાનું જણાતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરતા આરોપીઓએ વધુ બાઇકો ચોરી હોવાનો ગુનો કબૂલાત કરતા આરોપીઓ દ્વારા ડાંગ જિલ્લામાં જુદા-જુદા જગ્યાએ ગાડીઓ વેચેલ હોય 8 જેટલી બાઇકો જેમાં 4 સ્પ્લેન્ડર, 2 મોપેડ, 1 હોન્ડા સાઇન અને 1 સીડી ડીલક્સનો સમાવેશ થાય છે, જે કુલ મળી અંદાજે રૂપિયા 1,15000 જેટલાનો મુદ્દામાલ કબજે કરી આરોપી અસ્પાક સૈયદ વાની વિરુદ્ધ CRPC કલમ-41(1)(ડી)મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500