Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દમણગંગા ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં આવેલ ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી, ફાયર ફાયટરોએ ગણતરીના ક્લાકોમા આગ પર કાબુ મેળવી

  • June 28, 2023 

વાપીના કરવડ ગામે દમણગંગા ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. જયારે ફાયર ફાયટરોએ ગણતરીનાં ક્લાકોમાં આગ પર કાબુ મેળવ્યો હતો. મળતી માહિતી મુજબ, વાપીના કરવડ ગામે દમણગંગા ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આજરોજ બપોરે અચાનક આગ સળગી ઉઠી હતી. જેને પગલે ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના બંબા દોડી ગયા બાદ ફાયર ફાયટરોએ ગણતરીના ક્લાકોમાં આગને કાબુમાં લીધી હતી. અત્રે નોંધનીય છે કે, વાપી તથા આસપાસના વિસ્તારોમાં આવેલા ભંગારના ગોડાઉનોમાં છેલ્લા ઘણા સમયથી સમાંયતરે આગના બનાવોમાં વધારો નોંધાય રહ્યો છે. જેને કારણે લોકોના જીવ સામે જોખમ પણ ઉભુ થઇ રહ્યું છે. પોલીસ ભંગારીયાઓ સામે ગુનો દાખલ કરે છે. પરંતુ સબંધિત વિભાગના અધિકારી ચૂપકીદી સેવતા હોવાથી ભંગારીયાઓને મોકળુ મેદાન મળી રહ્યું છે. જિલ્લા કલેક્ટર પણ આ મામલે ગંભીરથી ભંગારીયા પ્રવૃત્તિ સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application