સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે “સ્વચ્છતા હી સેવા” અભિયાન હેઠળ રાજ્યભરમા વિવિધ સ્થળોની સફાઈ આદરવામા આવી રહી છે. ત્યારે ડાંગ જિલ્લાના આહવા તાલુકાની ગોળષ્ઠા અને વાંગણ ગામની પ્રાથમિક શાળાઓમા પણ ભુલકાઓ સહિત શિક્ષકો દ્વારા સર્વત્ર સાફ સફાઈ કરવામા આવી હતી. ડાંગ જિલ્લામા વહીવટીતંત્ર દ્વારા પ્રવાસન સ્થળોની સ્વચ્છતા પર વિશેષ ભાર સાથે ગામ, શહેર, શાળા, કોલેજ, બગીચા, તળાવ, રસ્તા, સરકારી કચેરીઓ, જાહેર સ્થળોએ સૌને સાથે જોડીને સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ કરવામા આવી રહી છે. દરેક જગ્યાએ સ્વચ્છતા માટે ગ્રામજનો, સખી મંડળની બહેનો સાથે મળીને રોજબરોજ સ્વચ્છતામા લોકોની ભાગીદારી જોવા મળી રહી છે. આવો, સ્વચ્છ-નિર્મળ ગુજરાતના નિર્માણમા આપણે સૌ પણ જોડાઈએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500