Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામા યોજાશે બાળ અધિકાર ફરિયાદ નિવારણ કેમ્પ

  • September 11, 2022 

'રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ' અંતર્ગત સ્થાપિત કરવામાં આવેલ કેન્દ્ર સરકારની ન્યાયીક સંસ્થા છે. આયોગનો મુખ્ય ઉદ્દેશ બંધારણીય જોગવાઈઓ, વિવિધ કાયદાઓ અને નિયમોમા બાળકોને મળતા અધિકારોને સુનિશ્ચિત કરી, બાળકોના અધિકારોનુ હનન થતુ અટકાવવાનો છે.ડાંગ જિલ્લામા આ બાબતે ફરીયાદો, પ્રશ્નોને સાંભળવા અને તેનુ નિરાકરણ કરવા માટે, આયોગ દ્વારા તા.૧૬મી સપ્ટેમ્બરે, આહવા ખાતે એક શિબિરનુ આયોજન કરવામા આવેલ છે. 




આથી ડાંગ જિલ્લાની જાહેર જનતાને જણાવવામા આવે છે કે, કોઈ પણ વ્યકતિ, બાળક, માતા–પિતા, બાળકના વાલી, બાળકના સંરક્ષક, અથવા બાળકો સાથે સંકળાયેલ હોય તેવી સંસ્થાઓ, પોતાના પ્રશ્નો, મુશ્કેલીઓ કે લેખિત ફરીયાદ 'રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ' સમક્ષ મુકી શકે છે. તારીખ ૧૬મી સપ્ટેમ્બરે સવારે ૧૦ કલાકે આહવાના ડાંગ દરબાર હોલ ખાતે આયોજિત આ કેમ્પમા બાળકો નીચે મુજબના વિષયને લગતા પ્રશ્નો તથા તે સિવાયના અન્ય કોઈ પ્રશ્નો હોય તો તે પણ રજુ કરી શકે છે.






• બાળકોને જોખમકારક કાર્યો અને ઘરકામ કરાવવા માટે રોકવામાં આવેલ હોય તેવી બાબતો,

• સરકારી તેમજ બીન સરકારી નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ, છાત્રાલયોમાં બાળકો અંગે ગેરરીતિ બાબતો,

• બાળ શ્રમમાંથી મુક્ત કરાયેલ બાળકોના પુન: સ્થાપન અંગેની બાબતો,

• શાળાઓમા પાયાની જરૂરીયાતોના અભાવ અંગે,

• ફુટપાથ અને રસ્તાઓ ઉપર ચીજ વસ્તુઓ વેચતા બાળકો બાબત,

• શાળાઓમા એક સાથે ફી ભરવા માટે દબાણ અંગે,

• એસીડ એટેકથી પીડીત બાળકો,

• શાળાઓમા બાળકોને શારીરિક યાતનાઓ બાબત,

• ભીક્ષાવૃતિમા સંડોવાયેલા બાળકો જે માતા પિતા અને વાલી સાથે ભીખ માંગતા હોય તેવા બાળકો,

• શાળાઓમા બાળકોના નામ નોંધણી અંગેના પશ્નો,

• બળપૂર્વક ભીક્ષાવૃતિ કરાવાતી હોય તેવા બાળકો વિશે, • દિવ્યાંગ બાળકો અંગેના પ્રશ્નો ,

• ઘરેલું હિંસાથી પિડિત બાળકો વિશે,

• બાળકો સાથે ભેદભાવ અંગે,

• HIV/AIDS (શેરો પોઝેટીવ ઈનલેસ) થી પીડીત બાળકો, અને તેઓની સાથે દુર્વવ્યવહાર અંગે,

• શાળા સંકુલનો દુરપયોગ,

• પોલીસ દ્રારા બાળકો પ્રત્યે કૃરતા પૂર્ણ વર્તન અંગે,• શાળા બંધ થઈ જાય તેવા સંજોગોમા વૈકલ્પિક વ્યવસ્થા અંગેનો અભાવ,

• ગુમ થતા બાળકો અંગે,

• યૌન શોષણ ક્ષતિપૂર્તિ ( વિક્ટીમ કમ્પેન્શેશન સ્કીમ ) બાબતે,

• બાળકોના ગેરકાયદેસર રીતે દત્તક ગ્રહણ અંગે,

• બાળકોની સારવાર અંગે તબીબી પ્રક્રીયામાં બેદરકારી, 

• દવાખાનાઓ અથવા કોઈ વ્યક્તિ દ્રારા બાળકોનુ વેચાણ કરવામા આવેલ હોય,

• અતિ ગંભીત બિમારીઓથી પિડાતા બાળકોના ઉપચાર કરવામા વિલંબ,

• કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્રારા બાળકો વિરૂધ્ધ હિંસા કરવામા આવી હોય,

• બાળકોના કુપોષણના સબંધિત,

• બાળકોના ખરીદ વેચાણ અંગે,

• મધ્યાહન ભોજન સબંધિત, 

• બાળકોના અપહરણ અંગે, 

• બાળકો પાસેથી કેફી, નશીલા પદાર્થોનું ખરીદ વેચાણ કરાવવા બાબત,

• બાળકોની આત્મહત્યા અંગે,

• બાળકોના વિકાસ અંગે ઉદ્દભવતા વિકારો ,

• Electronic/Print/Social Media મા બાળકોના અધિકારના હનન અંગે,

• સરકાર દ્રારા અપાતા પુસ્તકો અંગે ગેરરીતિ બાબત,

• મેડીકલ વેસ્ટ કે કેમીકલ વેસ્ટ દ્રારા બાળકોના રમત ગમત વિસ્તારોને અસર અંગે,

• આંગણવાડીમા યોગ્ય પોષણયુકત નાસ્તો આપવામા ન આવતો હોય તે બાબત,

• મેડીકલ વેસ્ટ કે કેમીકલ વેસ્ટ દ્રારા બાળકોના સ્વાસ્થયને અસર કરતી બાબતો,

• બાળકોના આરોગ્ય, શિક્ષણ, સુરક્ષા, અધિકારો જેવી વિવિધ બાબતોની અરજીઓ, 




ઉક્ત વિગતેના પ્રશ્નની રજુઆત વ્યક્તિ અગાઉથી રજુ કરવા માંગતા હોય, તો પોતાના પ્રશ્નની વિગત લેખિત સ્વરૂપમા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, જુની કલેકટર કચેરી ,પ્રથમ માળ,આહવા-ડાંગ ,ફોન નં ૦૨૬૩૧-૨૨૦૧૦૬ ખાતે મોકલી આપવાની રહેશે. તેમજ કેમ્પના દિવસે રૂબરૂમા પણ પ્રશ્નો રજુ કરી શકાશે.જે વ્યક્તિનો પ્રશ્ન હોય તે વ્યક્તિએ તા.૧૬/૦૯/૨૦૨૨, સમય : સવારે : ૦૯ :૦૦ કલાકે કેમ્પના દિવસે, આહવા ખાતે રાષ્ટ્રિય બાળ અધિકાર સંરક્ષણ આયોગ સમક્ષ રૂબરૂ ફરજીયાત હાજર રહેવા, જિલ્લા વહીવટી તંત્ર, અને જિલ્લા બાળ સુરક્ષા એકમ-ડાંગ દ્વારા. જણાવાયુ છે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application