Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમેરિકાની એક કોર્ટે 26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી

  • May 19, 2023 

અમેરિકાની એક કોર્ટે 26/11 મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. ભારત માટે આ એક મોટી જીત છે. રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન છે. ભારતીય સત્તાવાળાઓએ રાણા પાસેથી 2008ના મુંબઈ હુમલાની તપાસની માંગ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તે હુમલામાં રાણા પણ સામેલ હતો. NIA આ મામલાની તપાસ કરી રહી છે.


ભારતને આ નિર્ણયની અપેક્ષા હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર એક મહિના પહેલા ભારત પ્રત્યાર્પણની તૈયારી કરી રહ્યું હોવાની માહિતી મળી હતી. પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ 2008માં મુંબઈ પર હુમલો કર્યો હતો. ભારતે 10 જૂન 2020ના રોજ તહવ્વુર રાણા વિશે ફરિયાદ કરી હતી. ભારતે આ 62 વર્ષીય આરોપીની અસ્થાયી ધરપકડની માંગ કરી હતી. ભારતની વિનંતી બાદ બાઈડેન સરકારે તેને ટેકો આપ્યો હતો અને બાદમાં મંજૂરી આપી હતી.


આ કેસની સુનાવણી યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયામાં થઈ હતી. અમેરિકી મેજિસ્ટ્રેટ જસ્ટિસ જેક્લીન ચુલજિયાને કહ્યું હતું કે કોર્ટ સમક્ષ મુકવામાં આવેલા પુરાવા સંપૂર્ણપણે વિચારણા કરવા યોગ્ય છે. તેમણે કહ્યું હતું કે ભારત દ્વારા જે પણ પુરાવા આપવામાં આવ્યા છે તેનો નજીકથી અભ્યાસ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ જ નિર્ણય લેવામાં આવ્યો હતો. બુધવારે કોર્ટે 48 પાનાનો આદેશ જારી કર્યો હતો. કોર્ટે સ્વીકાર્યું હતું કે રાણાનું પ્રત્યાર્પણ વાજબી છે. ભારત દ્વારા રજૂ કરાયેલા કારણો પરથી લાગે છે કે રાણાની પૂછપરછ કરવાની જરૂર છે.


કોર્ટમાં જ્યારે આ મામલે સુનાવણી ચાલી રહી હતી ત્યારે જો બાઈડેન સરકારના વકીલોએ દલીલ કરી હતી કે તહવ્વુર રાણા જાણતો હતો કે તેનો બાળપણનો મિત્ર પાકિસ્તાની-અમેરિકન ડેવિડ કોલમેન હેડલી આતંકવાદી સંગઠન લશ્કરનો સભ્ય છે. ત્યાર બાદ પણ તે હેડલી સાથે જ રહ્યો.રાણાએ પોતાની પ્રવૃત્તિઓ છુપાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા.આ સિવાય આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાને પણ સમર્થન આપે છે.

રાણાના વકીલે નામંજૂર કરી


કોર્ટને એ પણ કહેવામાં આવ્યું હતું કે તહવ્વુર રાણા હેડલીની રણનીતિ અને મીટિંગ્સ વિશે બધું જ જાણતો હતો. અમેરિકી સરકારે કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે રાણા પણ તે ષડયંત્રનો એક ભાગ હતો. તો બીજી તરફ, રાણાના વકીલે સતત આ આરોપોને નકારી કાઢ્યા અને તેમના અસીલનો બચાવ કર્યો. રાણાના વકીલે પ્રત્યાર્પણનો વિરોધ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application