Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજમાં મેગા ડોનેશન કેમ્પ યોજાયો

  • March 03, 2023 

સમગ્ર રાજ્યભરમાં G20ની “વસુધૈવ કુટુમ્બકમ” (એક પૃથ્વી, એક કુટુંબ, એક ભવિષ્ય) થીમ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં રાજ્ય એ તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા જુદી જુદી પ્રવૃતિઓ હાથ ધરી છે જેનાથી વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહિત કરવામાં આવશે. જેથી G20ની ‘શેર્ડ ફ્યુચર: યુથ ઇન ડેમોક્રેસી, ગવરનન્સ એન્ડ હેલ્થ, વેલ બીઈંગ એન્ડ સ્પોર્ટ્સ એજેન્ડા ફોર યુથ’ની પ્રવૃત્તિઓને અનુલક્ષીને શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ, સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ ખાતે તા.૦૧-૦૩-૨૦૨૩ બુધવાર ના રોજ “વિશ્વ NGO દિવસ” નિમિત્તે “મેગા ડોનેશન ડ્રાઇવ-૨૦૨૩”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો શુભારંભ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજીના આશીર્વચનો સાથે કરવામાં આવ્યો હતો.








તેમજ વિદ્યાર્થીઓને દાનના નિઃસ્વાર્થ કાર્ય વિશે જ્ઞાન આપવાની સાથે બિનજરૂરી કપડાં અને સામગ્રી જરૂરિયાતમંદ લોકોને દાનમાં આપવાનો ઉલ્લેખ કર્યો હતો. આ કાર્યક્રમમાં કેમ્પસના મુખ્ય દાતાઓ મગનભાઈ પટેલ, વિનુભાઈ પટેલ (ડેટ્રોઈટ યુ.એસ.એ.) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ કેમ્પસ એકેડેમિક ડીરેક્ટર અને કોલેજના આચાર્યના માર્ગદર્શન હેઠળ તેમજ અસોસિએટ પ્રોફેસર, એક્ટીવીટી ઇન્ચાર્જ અને અસોસિએટ પ્રોફેસરમા દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓ તરફથી કપડાં, બેગ, ધાબળા, ફૂટવેર, સ્ટેશનરી પુરવઠો, વગેરેનો ભવ્ય સંગ્રહ પૂરો પાડવામાં આવ્યો હતો.







આ મેગા ડોનેશનમાં બી. ફાર્મસીના ૧૭ જેટલા વિદ્યાર્થીઓએ ઉમદા હેતુથી સ્વયંસેવકો તરીકે ભાગ લઇ ડોનેશનની બધી જ વ્યવસ્થા કરી કપરાડા અને ડાંગ જંગલ વિસ્તારના રાનબેરી અને બીલવળ ગામના લોકોમાં તે સામગ્રીનું વિતરણ કરાયું હતું. તેમજ કોલેજના શિક્ષકો પ્રોફેસર નાઓએ મહત્વની કામગીરી બજાવી હતી. તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ દાન અભિયાનને મોટી સફળતા અપાવી હતી. આવા કાર્યક્રમ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ તરફ દોરી જાય છે અને તેઓએ આવા ઉમદા હેતુઓ માટે તેમની સેવાઓ આપવાનું ચાલુ રાખવાનું વચન આપ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application