Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નેશનલ હાઇવે નંબર 48 પર ખાડાઓને કારણે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ

  • September 17, 2022 

વલસાડ જિલ્લામાંથી પસાર થતો મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 હાલ વાહનચાલકો માટે માથાના દુખાવા સમાન માર્ગ બન્યો છે. વરસાદને કારણે આ હાઇવે પર પડેલા મસમોટા ખાડા વાહનોમાં ભારે નુકસાની સાથે વાહનચાલકો માટે જીવલેણ બન્યો છે. ત્યારે બિસ્માર રસ્તાને કારણે શનિવારે વલસાડના ખકડી ગામે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો હતો.હાઇવે નંબર 48 પર હાલમાં જ ખડકી ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. જે પહેલા ચોમાસાના વરસાદમાં જ ધોવાઈ ગયો છે. હાઇવે પર પડેલ મસમોટા ખાડાને લઈ મુંબઈ-સુરત તરફનો હાઇવે ટ્રાફિક જામ બની રહ્યો છે.




આ હાઇવે પર ટ્રાન્સપોર્ટ વ્હિકલ તેમજ ટુરિસ્ટ બસ,રોઝ અપડાઉન કરતા લોકો ત્રણ-ત્રણ કલાક સુધી ટ્રાફિકમાં ફસાયા હતાં. ભારે વરસાદ ને લઈ રસ્તા પર ખાડાઓની ભરમાર લોકોને પારાવાર મુશ્કેલી આપી રહ્યા છે. તો, આ ખાડાઓમાં સ્પીડથી જતા વાહનોના પૈડાં પડ્યા બાદ બેલેન્સ ખોરવતા અનેક અકસ્માતો થઈ રહ્યા છે. જેમાં દરરોજ કોઈ એક વ્યક્તિ જાન ગુમાવી રહ્યો છે. તેમ છતાં નેશનલ હાઇવે ઓથોરિટીના પેટનું પાણી હલતું નથી.







લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News