ફિઝિયોથેરાપીની ઇન્ટર્નશીપ પરીક્ષામાં નાપાસ થતા નાસીપાત થયેલી અડાજણ વિસ્તારની વિધાર્થીની પ્રિયંકાબેન મહાવીરસિંહ જાડેજા(ઉ.વ.૨૧) રાજકોટની આર.કે. યુનીવર્સિટીમાં ફિઝિયોથેરાપી અભ્યાસ કર્યો હતો અને હાલ સુરતમાં ઇન્ટર્નશીપ કરી રહી હતી. જોકે ઇન્ટર્નશીપની પરિક્ષામાં નાપાસ થઈ ગઈ હતી. જે દરમિયાન પ્રિયંકાએ બપોરના સમયે ઘરમાં પંખા સાથે પ્લાસ્ટીકની દોરી અને દુપટ્ટો બાંધી ફાંસો ખાયી લીધો હતો. આ દ્રશ્ય જોઈ પરિવારના સભ્યોએ તેણીને નીચે ઉતારી સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડી હતી. જોકે તબીબી સારવાર થાય તે પહેલા તબીબીએ પ્રિયંકાને મૃત જાહેર કરી હતી જે સંભાળતા જ માતા-પિતા બેહોશ થઈ ગયા હતા જેથી બંનેને તાત્કાલિક સારવાર આપવી પડી હતી.
અડાજણ પોલીસે બનાવ અંગે જણાવ્યું હતું કે, ઇન્ટર્નશીપ પરીક્ષામાં નાપાસ થતા હતાશ થયેલ પ્રિયંકાએ આપઘાત માટેનું પગલું ભરી લીધું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application