તાપીમિત્ર ન્યુઝ,સુરતઃસુરતના પાંડેસરા વિસ્તારમાં વ્યાજખોર મહિલાના કારણે એક આધેડે કેરોસિન છાંટીને જાત જલાવાનો પ્રયત્ન કર્યો હતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પુરુષને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.આ અગાઉ પણ યુવકે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો.મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરાનાં લૂમ્સના કારખાનામાં યુવક કામ કરે છે.જેણે શરીર ઉપર કેરોસિન છાંટીને જાતને સળગાવી હતી.સ્થાનિક લોકોને જાણ થતાં જ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.આખા શરીરે દાઝેલા યુવકની અત્યારે સારવાર આપવામાં આવી રહી છે.હોસ્પિટલના બિછાને પડેલા પીડિત આધેડે જણાવ્યું હતું કે,'મારે ટેન્સન થયું હતું એટલા માટે હું સળગી ગયો,મેં ઉછીના પૈસા લીધા હતા.તેણે વધુમાં જણાવ્યું હતું કે,મેં કહ્યું હતું કે,થોડા થોડા કરીને આપી દઇશ તો પણ તેણે મારી વિજળીનું કનેક્શન કાપી દીધું અને પાણીનું પણ કનેક્શન કાપીશ આવી ધમકી આપતી હતી.આ મહિલા ચીકુવાડી વિસ્તારમાં રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application