શ્રીનગર : જમ્મુ-કાશ્મીરની કુપવાડા જેલમાંથી સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની હતી જેમાં વિસ્ફોટથી 9 કેદીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે રસોડામાં રસોઈ બનાવતા સમયે ગેસ સિલિન્ડર ફાટ્યો હતો. આ બાબતે પોલીસ દ્વારા તપાસ ચાલુ છે.
આ ઘટના બાબતે મળતી જાણકારી અનુસાર, સેન્ટ્રલ જેલ કુપવાડામાં એક ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની હતી ત્યાર પછી તાત્કાલિક ઈમરજન્સી સેવાઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ઈજાગ્રસ્ત કેદીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા સાથે જ સિલિન્ડર વિસ્ફોટ કયા કારણોસર થયો છે તેની હજુ તપાસ થઇ રહી છે. હોસ્પિટલન સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર ઇકબાલ એહમદનું કહેવું છે કે, સાંજના 6.00 વાગે તેમને આ ઘટના બાબતે જાણ થઈ હતી ત્યારે 9 લોકોના દાઝી ગયા હોવાના સમાચાર હતા અને તેમની સારવાર પણ કરવામાં આવી હતી જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર હતી તેમને એસએમએચએસ હોસ્પટલ શ્રીનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application