Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવી:પહેલા પતિ સાથે છુટાછેડા લેવડાવ્યા બાદ યુવકે મહિલાને ગર્ભવતી બનાવી:મામલો પોલીસ મથકે પહોંચ્યો

  • October 13, 2018 

શૈલેષ પ્રજાપતિ દ્વારા ,તાપીમિત્ર ન્યુઝ,માંડવી:માંડવી નગર ખાતે એક યુવકે માંડવી વિસ્તારમાં રહેતી એક યુવતીને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી તેની સાથે અવાર નવાર શરીર સંબંધ બાંધીને ગર્ભવતી બનાવી તરછોડી દેતા સમગ્ર મામલો માંડવી પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના માંડવી વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે માંડવીના જ યુવાને મોબાઈલ નંબર મેળવી મેસેજથી વાત કર્યા બાદ પ્રેમ સંબંધ બાંધ્યો હતો.યુવાન ધર્મેન્દ્ર વિક્રમસિંહ ડુમસિયા સાથે પ્રેમ સંબંધ થઈ જતાં યુવતીના પરિવારના સભ્યોએ તેનો વિરોધ કરી યુવતીના લગ્ન કરાવી દીધા હતા.જોકે આ દરમ્યાન પણ ધર્મેન્દ્ર યુવતી સાથે ફોન ઉપર સંપર્કમાં હતો.અને તેને જણાવ્યુ હતું કે તું તારા પતિ સાથે છૂટાછેડા લઈ લે હું તારી સાથે લગ્ન કરીશ મુજબનું જણાવતો હતો.ત્યારબાદ છૂટાછેડા લઈ લીધા હતા.અને ધર્મેન્દ્ર યુવતીને મળવા જતો હતો ત્યારે અવાર નવાર તેની મરજી વિરુધ્ધ શરીર સંબંધ બાંધતા યુવતી ગર્ભવતી બની ગઈ હતી.ત્યારબાદ યુવતી પરિવારના સભ્યો સાથે ધર્મેન્દ્રના ઘરે જઈ લગ્ન કરી લેવા વિનંતી કરી હતી છતાં લગ્ન ન કરતાં યુવતીએ ધર્મેન્દ્ર વિરુધ્ધ માંડવી પોલીસ મથકે ફરિયાદ કરી હતી.જેની ફરિયાદ ના આધારે ધર્મેન્દ્ર વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application