Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર ખરીદ નારાઓએ હવે બમણી રકમ વીમા પ્રિમીયમ પેટે ચૂકવવી પડશે..

  • October 12, 2018 

અમદાવાદ:ટુ વ્હીલર ખરીદનારાઓને વીમાં પ્રિમિયમ અને વાહનની કિંમતના 10 ટકા રકમની ચૂકવણી કરવી પડે છે.જયારે કાર ખરીદનારાઓ છેલ્લા બે મહિનાથી મોટર કવરની કિંમત ધ્યાને લઈ રહ્યા છે.પ્રથમ વખત લાંબા ગાળાના થર્ડ પાર્ટી ઈનસ્યુરન્સની ખરીદી અનિવાર્ય કરવામાં આવશે.જયારે અન્ય વાહન ખરીદદારોને રૂ.15 લાખનું અકસ્માત કવર ખરીદવાનું રહેશે. ટુ વ્હિલરની ખરીદી કરતા કોઇપણ વ્યકિત માટે થર્ડ પાર્ટી કવર પાંચ વર્ષ માટે અને એક વર્ષનો અકસ્માત વીમો ખરીદવો પણ ફરજિયાત છે.આ ઉપરાંત વધુ એક વધારાનું કવર વાહનની ખરીદી કરતી વખતે વેંચવામાં આવશે.પરિણામરૂપે જે 150 સીસી બાઈકની કિંમત 75,000/- છે તેનું વીમા પ્રિમિયમ 7,600/-સુધીનું રહેશે.બીજી તરફ કારના કેસમાં કાર માલિકે ત્રણ વર્ષ માટેનું થર્ડ પાર્ટી ઈનસ્યુરન્સ પ્રિમિયમ ચૂકવવું પડશે અને વધારાના રૂ.750/-અકસ્માત વીમા પેટે ચૂકવવા પડશે.જે કવરનું વેચાણ વાહનના ડીલર દ્વારા કરાશે.કાર ખરીદનારાઓ જે 1000 સીસીથી ઉપરની એન્જિન ધરાવતી કાર ખરીદે છે તો હવે તેને રૂ. 20,000/-ચૂકવવા પડશે જે અગાઉ માત્ર 1,000/-ચૂકવવા પડતા હતા.ગત સપ્તાહે આઈઆરડીએઆઇએ સ્પષ્ટ કર્યુ હતું કે,અકસ્માત વીમાની રકમ હપ્તાથી ચૂકવી શકાશે.છતાં સુત્રોના જણાવ્યા અનુસાર આ ટકાવારી ખૂબ વધારે છે.પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત ઘણી બઘી નોન-લાઈફ કંપનીઓ 2 લાખ સુધીનો અકસ્માત વીમો પૂરો પાડે છે જેનું પ્રિમિયમ માત્ર 12 રૂપિયા હોય છે.જેની સામે રૂ.15 લાખના અકસ્માત કવર પર રૂ.750/-પ્રિમિયમ પેટે ચૂકવવાના રહેશે.પીએમ સુરક્ષા વીમા યોજના અંતર્ગત અકસ્માત વીમો રાઉન્ડ ધ કલોક માન્ય રહેશે.જે વાહન અકસ્માતો ભોગ બનનારને આર્થિક રીતે મદદ કરશે. મોટર પર્સનલ એકિસડન્ટ કવર અંતર્ગત માત્ર વાહન માલિક જયારે તે વાહન ચલાવતો હશે ત્યારે જ સુરક્ષા મળી રહેશે.ન્યૂ ઈન્ડિયા ઈનસ્યોરન્સના જનરલ મેનેજર સેગર સંપથ કુમારે કહ્યું હતું કે,કવરના નિયમોમાં પણ સુધારા વધારા કરવાની જરૂર છે.પોલીસી પ્રમાણે વાહન માલિક કે ડ્રાઈવર દ્વારે જયારે કોઇ ગંભીર ઈજા પહોંચે કે મૃત્યુ થાય એ સંજોગોમાં આર્થિક વળતર મળી રહે છે.ખાસ કરીને કોઇ વાહનનો બીજા વાહન સાથે સીધો અકસ્માત થાય ત્યારે જ આ પોલીસી અમલી બને છે.ઈનસ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર,એચઆઇવી પોઝિટિવ દર્દીઓને પોલીસી પ્રમાણે અવગણી ન શકાય,તેમને પણ પોલીસીનો લાભ મળવા પાત્ર છે.પરંતુ જયારે કોઇ ટુ-વ્હીલર સાથે કોઇ અકસ્માત થાય જેમાં બે વ્યકિત સવાર હોય ત્યારે આ પોલીસી સ્પષ્ટ નથી.આ ઉપરાંત માલિક સિવાય પણ ડ્રાઈવર જયારે વાહન ચલાવતા હોય તેમના માટે પણ કોઈ પોલીસી ચોક્કસ નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application