Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક IPPBનો રાજ્યમાં પ્રારંભ કરાવાયો

  • September 02, 2018 

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક-IPPBનો રાજ્યમાં પ્રારંભ કરાવતાં વિશ્વાસ વ્યકત કર્યો કે,આ સેવાઓ દેશની આર્થિક ક્રાંતિમાં નિર્ણાયક બનશે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટસ બેન્કના કારણે હવે સામાન્યમાં સામાન્ય માનવી,ગ્રામીણ-ગરીબ અંતરિયાળ વિસ્તારોમાં ઘર આંગણે ડીઝીટલ બેન્કીંગ સેવાઓનો લાભ મળતો થવાનો છે.  વિજયભાઇ રૂપાણીએ અમદાવાદમાં કેન્દ્રીય કૃષિ કલ્યાણ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલા,સાંસદ ડૉ.કિરીટ સોલંકી તેમજ અમદાવાદના મેયર શ્રીમતી બિજલ પટેલની ઉપસ્થિતીમાં પોસ્ટ વિભાગની ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટસ બેન્ક સેવાઓનો રાજ્યસ્તરીય પ્રારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે મુખ્યમંત્રી અને મહાનુભાવોએ પોસ્ટ પેમેન્ટ બેન્ક દ્વારા ગ્રાહકો માટેના QR કાર્ડ અને ખાસ ટપાલ કવરનું પણ અનાવરણ કર્યુ હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું કે,ગુજરાતની ૮૯૮૪ પોસ્ટ ઓફિસો આ સેવામાં ક્રમશઃજોડાઇને ગ્રામીણ સ્તર સુધી ડિજિટલ સ્માર્ટ બેન્કીંગ સેવાઓ આપશે.આ સેવાઓ ભ્રષ્ટાચાર નાબૂદીમાં પણ મહત્વપૂર્ણ બનશે.હવે,સરકારની યોજનાઓના લાભો-સહાય બધું જ સીધું પોસ્ટ બેન્ક ખાતામાં જમા થતાં વચેટિયાઓ આપોઆપ નાબૂદ થઈ જશે.મુખ્યમંત્રીએ પોસ્ટ વિભાગ''નવિન પર્વ કે લીયે નવિન પ્રાણ ચાહિયે''નો ધ્યેય મંત્ર આ સેવાઓ દ્વારા સાકાર કરે તેવું આહવાન કર્યુ હતું.કેન્દ્રીય કૃષિ કલ્યાણ રાજ્યમંત્રી પરસોત્તમ રૂપાલાએ પોસ્ટ વિભાગના આગવા પારંપારિક અને પારિવારીક ભાવનાત્મક જોડાણના દ્રષ્ટાંતો આપતા કહ્યું કે,અગાઉના સમયમાં ટપાલ-ટપાલી એ લોકોને જોડતા માધ્યમ હતા હવે એ ટપાલીઓને નાણાંકીય સેવાઓ સાથે જોડીને ૭ હજારથી વધુ ગ્રામીણ ડાક સેવક અને ૪ હજાર પોસ્ટમેનને એક નવી પરિભાષા નરેન્દ્ર મોદી સરકારે આપી છે.રૂપાલાએ એમ પણ જણાવ્યું કે,દેશમાં હાલની જે રાષ્ટ્રીયકૃત બેન્કોની દોઢેક લાખની સંખ્યા છે તેમાં આ ૧.પપ લાખ પોસ્ટ ઓફિસોનો સમાવેશ થતાં હવે બમણું એટલે કે ૩ લાખ જેટલું વિશાળ નેટવર્ક બનશે.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application