ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:ગુજરાત વીજ કંપનીના એન્જીનીયર એસોસિયેશન તેમજ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા રજુઆત કરતા જાણવાયું હતું કે,ગુજરાત સરકારની સાત ઉર્જા કંપનીમાની એક દક્ષિણ ગુજરાત વિજ કંપની ટોપ મેનેજમેન્ટ દ્વારા કેટલાક સમય થી કર્મચારી સેવાકીય પ્રવૃત્તિ કરતા યુનિયન ના હોદ્દેદારો ને ટાર્ગેટ બનાવે છે,આ કંપનીમાં કર્મચારીઓ ને મળવા પાત્ર યુનિફોર્મ,સલામતીના સાધનો,વાહનો,પ્રમોશનો મળવા પાત્ર હકો હોવા છતાં મેનેજમેન્ટ દ્વારા અપાતા નથી જેના કારણે કર્મચારી યુનિયન ના આગેવાનો દ્વારા આંદોલનો કરવામાં આવતા હતા જેની રીસ રાખી ડી જીવીસીએલ કંપનીના ટોપ મેનેજમેન્ટ દ્વારા સરમુખ્ત્યારસાહી નીતિ અપનાવી ખોટી હેરાનગતિ કરવા માટે શોકોઝ,મેમો અને ચાર્જ્જશીટ આપી સસ્પેન્ડ કરવા જેવો ભય યુનિયન લીડરો અને કર્મચારીઓ માં ઉભો કરી લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કરાય છે
હાલ માંજ પાલ સબડિવિઝન માં જીતેશ.એસ.પટેલ નામના એક કર્મચારી ને નડેલ જીવલેણ અકસ્માત માં ત્યાં હાજર એક જુનિયર ઈજનેર લાઈન ઇન્સ્પેક્ટર તેમજ આસી.લાઈનમેન બનાવની કોઈ પણ હકીકત તપસ્યા વગર ઘટનાના એક કલાક માં કર્મચારી ના પીએમ કે સારવાર ની પ્રક્રિયા પુરી કર્યા વગર મોત નો મલાજો જાળવ્યા વગર જ ઉતાવળે અધિકારી કર્મચારીઓ ના જબરજસ્તી નિવેદનો લઈ રાત્રે દસ વાગે સસ્પેન્ડ કરવામાં આવ્યા પરંતુ કોણ દોષિત છે .? અકસ્માતનું કારણ શું છે.? તેની કોઈ તપાસ કરી નથી માત્ર યુનિયન ના ઉચ્ચ હોદ્દેદાર હોય તેવી કિન્નાખોરી રાખી આમ કર્યું છે માટે આ માટે અમારા બંને યુનિયનો દ્વારા લેખિત રજુઆત કરી નોટિસ આવી હતી પરંતુ એના 15 દિવસ પુરા થવા છતાં કોઈજ પરીણામ ન મળતા આખરે 27 ઑગસ્ટ ના દિવસે અમારા દ્વારા આંદોલન નો કાર્યક્રમ આપ્યો હતો જે બાબતે 31 ઑગસ્ટ ના દિવસે સુરત સીટી સર્કલ ના એસઈ આર.એમ.પટેલ દ્વારા મિટિંગ કરી જણાવાયુ કે સાંજે છ વાગ્યા સુધી હકારાત્મક પરિણામ આવશે પરંતુ એ વાયદો પણ ઠગારો નીવડ્યો માટે આજે અમારા યુનિયન ની નોટિસ મુજબ તારીખ 1 લી સપ્ટેમ્બરે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરાયો તેમજ 8 સપ્ટેમ્બરે સુરત સીટી સર્કલ ઓફિસ બહાર સર્કલ ઓફિસ ના સભ્યો હોદ્દેદારો સહીત કંપનીના ઉચ્ચ હોદ્દેદારો હાજર રહી એક દિવસ ની ભૂખ હડતાલ કરી સૂત્રોચ્ચાર કરી ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ નોંધાવી શાંતિ પૂર્વક આંદોલન ચાલુ રાખીશુ એમ યુનિયન ના મહામંત્રી ચિરાગ શાહ અને એસ.સી.બાવિસીયા જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application