Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતઃટ્રક ચાલકે કાવડીયાને અડફેટે લેતા એકનું ઘટના સ્થળ ઉપર જ મોત:ચક્કાજામ

  • August 11, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:સુરતના કીમ ચાર રસ્તા પર કાવડ લઇ જતા કાવડીયાને ટ્રક ચાલકે અડફેટમાં લીધા હોવાની ઘટના સામે આવી છે.જેમાથી એકનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ અને એક ઇજાગ્રસ્ત થયા હતા.સિયાલજ પાટિયા પાસે 400 થી 500  જેટલા કાવડીયાઓ કાવડ ભરી પરત ફરી રહ્યા હતા.તે સમય દરમિયાન અકસ્માત થયો હતો. માહિતી અનુસાર સુરતના કીમ ચાર રસ્તા નજીક સિયાલજ પાટિયા પાસે કવાડીયાઓ કાવડ ભરી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન પૂર ઝડપે આવી રહેલા ટ્રકે એક કાવડીયાને અડફેટમાં લેતા તેનુ ઘટના સ્થળ પર જ મોત થયુ હતુ.જ્યારે એક કાવજડીયાને ઇજા પહોંચી હતી.રસ્તા પર આશરે 400 થી 500 જેટલા કાવડીયાઓએ હાઇ-વે પર ચક્કાજામ કર્યો હતો જેને લઇ વાહનની લાંબી લાઇનો લાગી હતી.આ તમામ કાવડીયાઓ ભરૂચ નર્મદા નદી માંથી કાવડ ભરી પરત ફરી રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application