તાપીમિત્ર ન્યુઝ,નિઝર:નિઝર અને કુકરમુંડા વિસ્તારમાં 11 રેતી સ્ટોક સ્થળો ઉપર ફ્લાઈંગ સ્કોડ ટીમ દ્વારા પાડવામાં આવેલા દોરડા બાદ આજરોજ નિઝરના જુનાઅંતુરલી ગામમાં રેતી સ્ટોક સ્થળ પર તાપી ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.રેતી માફિયાઓ દ્વારા આદિવાસી વિસ્તારમાં ઠેકઠેકાણે ચોરી છુપી થી સંગ્રહ કરવામાં આવેલ ગેરકાયદેસર રેતી સ્ટોક સ્થળો પર એક પછી એક ભૂસ્તર વિભાગની કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં 8 ગામોમાં જુદીજુદી 11 જેટલી જગ્યાઓ રેતી સ્ટોક કરવામાં આવેલ સ્થળો પર ગત તારીખ 18 અને 19 જુલાઈ નારોજ ફ્લાઈંગ સ્કોડની ટીમ ગાંધીનગર અને સુરત,તાપી,ભરૂચ તેમજ નવસારીના અધિકારીઓએ સ્ટાફ સાથે દોરડા પાડ્યા હતા.જેમાં તમામ રેતી સ્ટોક સ્થળોની માપણી કરવામાં આવી હતી.અને તપાસનો અહેવાલ ગાંધીનગર ખાતે રવાના કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.કરોડો રૂપિયાની રેતી અને રોયલ્ટી ચોરી બાહર આવવાની શક્યતા ને નકારી નહીં શકાય.રેતી સ્ટોક સ્થળો પર ફ્લાઈંગ સ્કોડની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી ફફડી ઉઠેલા રેતી માફિયાઓ સીધા ગાંધીનગર સુધી દોડતા થયા હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે આજરોજ નિઝર તાલુકાના જુનાઅંતુરલી ગામ માં વધુ એક રેતી સ્ટોક સ્થળ ઉપર તાપી ભૂસ્તર વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.આ બાબતે ભૂસ્તર વિભાગના એક અધિકારીએ તાપીમિત્ર ને માહિતી આપતા જણાવ્યું હતું કે,જુનાઅંતુરલી ગામમાં આજરોજ રેતી સ્ટોક માપણી કરી લેવામાં આવી છે.આગળની વધુ તપાસ ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application