Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમેરિકા, કેનેડા અને યુ.કે.માં કડકાઈ અને બદલાવને કારણે ગુજરાતમાં ચાલતા 600 IELTSનાં ક્લાસીસ બંધ થયા

  • March 21, 2025 

અમેરિકા, કેનેડા અને યુ.કે.માં ઉત્તરોત્તર નિયમોમાં કડકાઈ અને બદલાવને કારણે ગુજરાતમાં ચાલતા 600 IELTSના ક્લાસીસ બંધ થઈ ગયા છે. શહેરની જાણીતી માર્કેટિંગ એજન્સી ધરાવતી સંસ્થાના આંકડા અનુસાર, અમદાવાદમાંથી કેનેડા મોકલતા એજન્ટોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાંથી કેનેડા જતાં વિદ્યાર્થીઓમાં 41 ટકાનો નોંધનીય ઘટાડાને કારણે તેની સીધી અસર IELTSના વર્ગો પર પડી છે. જેના પરિણામે 600 જેટલાં IELTSના ઈન્સ્ટિટ્યૂટ થોડા જ મહિનામાં બધ થવા પામ્યા છે. અગાઉ પાંચ વર્ષ પહેલાં IELTSના ક્લાસીસની સંખ્યા હતી તેનો એક વર્ષ પહેલાં ધરખમ ડાઉન બાદ ફરી એકવાર ઈન્સ્ટિટ્યૂટ મોટી સંખ્યામાં બંધ કરવા પડ્યા છે.


હાલમાં જ 11મી માર્ચ 2025ના રિપોર્ટ અનુસાર, ત્રણ જ મહિનામાં 2024ની સરખામણીમાં વર્ષના પ્રારંભે જ વિદેશ જતાં વિદ્યાર્થીમાં 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સર્વે અનુસાર દેશના 89,2989 વિદ્યાર્થીઓની સામે ૭૫,૯૦૬૪/- વિદ્યાર્થીઓએ વિદેશ જવા માટે અરજી કરી છે. જે 13 ટકાનો રાષ્ટ્રીય ઘટાડો જોઈ શકાય છે. તેની સામે ગુજરાતમાં તેની વ્યાપક અસર પડતાં ઇન્સ્ટિટયૂટસની સંખ્યામાં ઘટાડો 30 ટકા કરતાં પણ વધુ હોવાની સંભાવના છે. અમદાવાદમાં સ્થિત IELTSની નોંધણી કરતી સંસ્થામાં પણ આ નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે. બિનસત્તાવાર રીતે આ સંસ્થા સાથે સંકળાયેલા ફેકલ્ટીએ જણાવ્યું હતું કે, 'મોટા ભાગના વિદ્યાર્થીઓ સેલ્ફ એપ્લાય કરતાં હોવાથી પણ IELTSમાં ઘટાડો જોવા મળ્યો હતો.'




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application