તારીખ 11થી 13 ઓક્ટોબર દરમિયાન મહારાષ્ટ્ર રાજ્યના પુણે ખાતે યોજાયેલ નેશનલ આઈસ સ્ટોક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2023 રમતમા ડાંગ જિલ્લાના 6 યુવા ખેલાડીઓએ અલગ અલગ કેટેગરીમા કુલ 19 મેડલો મેળવી રાજ્ય અને જિલ્લાનુ નામ રોશન કર્યુ છે. તાજેતરમા મહારાષ્ટ્ર રાજ્યના પુણેના બાલેવાડી સ્ટેડિયમ ખાતે યોજાયેલ નેશનલ આઈસ સ્ટોક સ્પોર્ટ્સ સમર ચેમ્પિયનશિપ 2023 યોજાઇ હતી. જેમા ગુજરાત રાજ્યના કુલ 30 વિદ્યાર્થીઓએ ભાગ લિધો હતો. જેમા ડાંગ જિલ્લાના 6 વિદ્યાર્થીઓએ ભાગ લિધો હતો. સિનિયર છોકરીઓની રમતોમા આહવા તાલુકાના નાંદનપેડા ગામની વિધ્યાર્થીની સહારે ભાવનાબેન અનદભાઈએ ટીમ ગેમમા ગોલ્ડ મેડલ અને ટીમ ટાર્ગેટ, ટીમ ડિસ્ટન્સમા બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
જ્યારે જુનીયર છોકરીઓની રમતમા જોશી અનન્યાબેન મહેન્દ્રભાઈ ટીમ ગેમમા સિલ્વર મેડલ, ટીમ ટાર્ગેટમા ગોલ્ડ મેડલ અને ટીમ ડિસ્ટન્સમા બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. આકાંક્ષાબેન જેકબભાઈ ટીમ ગેમમા સિલ્વર મેડલ, ટીમ ટાર્ગેટમા ગોલ્ડ મેડલ, ટીમ ડિસ્ટન્સમા બ્રોન્ઝ મેડલ અને એન્ટિવિઝન ટીમ ડિસ્ટન્સમા બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જુનિયર છોકરાઓની રમતમા મિતેશભાઇ ગોકુલભાઈ પરદેશીએ ટીમ ગેમમા, ટીમ ટાર્ગેટ, ટીમ ડિસ્ટન્સમા ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. યુથ છોકરામા રાહુલભાઈ શ્યામભાઈ સિંધેએ ટીમ ગેમ બ્રોન્ઝ મેડલ અને ટીમ ડિસ્ટન્સ સિલ્વર મેડલ મેળવ્યો હતો. જ્યારે સિનિયર છોકરાઓની રમતમા પૃથ્વી ભાઈ વસંતભાઈ ભોએએ ટીમ ટાર્ગેટમા બ્રોન્ઝ મેડલ અને એન્ટિવિઝન ટાર્ગેટમા ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500