Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીમાંથી જુગાર રમતા ૬ જુગારીઓ ઝડપાયા

  • February 06, 2025 

ચીખલી તાલુકાના ફડવેલ દાદરી ફળિયા ખાતે આવેલ રમણભાઈની ચા’ની લારી પાસે ખુલ્લી જગ્યામાં કાચી ચિઠ્ઠીમાં વરલી મટકાનો આંક ફરકના આંકડા ઉપર પૈસા લગાડી હાર જીતનો જુગાર રમાડતા મનહરભાઈ હરજીભાઈ પટેલ, દીપકભાઈ મોહનભાઈ પટેલ, વિજયભાઈ પરસોતભાઈ પટેલ (ત્રણેય રહે.સિયાદા નિશાળ ફળિયા, તા.ચીખલી) બાબુભાઈ મંગાભાઈ પટેલ (રહે.બામણવાડા વશી ફળિયા, તા.ચીખલી), સુરેશ મણીલાલ પટેલ (રહે.બામણવાડા વાડી ફળિયા) તથા કિશોર નારણભાઈ પટેલ (રહે.ગોડાઉન ફળિયા, તા.ચીખલી)ને જુગાર રમતા ઝડપી પાડયા હતા. આમ, પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા ૧૦,૯૫૪, મોબાઈલ નંગ ૫ની, મોટરસાઇકલ નંગ ૩ની મળી કુલ ૭૨,૯૪૫ રૂપિયાના મુદ્દામાલ સાથે ૬ જુગારીઓની ધરપકડ કરી જુગારધારાની કમલ હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application