Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ:ભાત રોપણી માટે મજુરો લઈ જતી જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત:એકનું મોત:ત્રણ જણાને ઈજા

  • July 17, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના ચોરવાડ પાસે નેશનલ હાઇવે માર્ગ પર ઉભેલી બોલેરો પીકઅપ જીપને એક ટ્રકે પાછળથી જોરદાર ટક્કર મારતા જીપ પાછળ ઉભેલા આધેડનું ઘટના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું,જયારે બે મહિલા સહિત ત્રણ જણાને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે,બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર સોનગઢના ચોરવાડ ગામની સીમ માંથી પસાર થતો નેશનલ હાઇવે નં-53 ઉપર આજરોજ મળશ્કે આશરે 5:30 કલાકના અરસામાં પુરપાટ ઝડપે દોડતી એક ટ્રક નંબર WB-23-D-0365 ના ચાલકે ઉભેલી બોલેરો પીકઅપ જીપ નંબર GJ-26-T-6514 ને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.જેમાં બોલેરો પીકઅપ જીપ પાછળ ઉભેલા ગબજીભાઈ ઠગીયાભાઈ ગામીત (ઉ.વ.50)રહે,સાવરપાડા ફળિયું,નારાણપુરા-ઉચ્છલ ને અડફેટમાં લઈ જીપ સાથે ઘસડી લઈ જતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું,જયારે (1)નિર્મલાબેન બીરસીંગભાઈ ગામીત(ઉ.વ.38)રહે,ઝરાલીફળિયું,નારાણપુરા-ઉચ્છલ,(2)એમુલાબેન નાથુભાઈ ગામીત(ઉ.વ.43)રહે,સાવરપાડાફળિયું,નારાણપુરા-ઉચ્છલ,(3)વિનોદભાઈ રહે,સાવરપાડાફળિયું-ઉચ્છલ,ત્રણ જેટલા મજૂરોને શરીરે ઓછીવત્તી ઈજાઓ પહોંચતા ઈમરજન્સી 108 ની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા,બનાવ અંગે રમેશભાઈ નુરૂજીભાઈ ગામીત રહે,સાવરપાડા ફળિયું,નારાણપુરા-ઉચ્છલ નાએ આપેલી ફરિયાદને આધારે ટ્રક ચાલક વિરૂધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.આગળની વધુ તપાસ હેડકોન્સ્ટેબલ અનિરુધ્ધસિંહ દેવસિંહને સોંપવામાં આવી છે.   High light-ઉચ્છલના નારાણપુરા માંથી મજૂરો લઈ સુરત નજીક આવેલ ટેનારંગ ગામ પાસે ભાત રોપણી કરવા જઈ રહ્યા હતા તે સમય દરમિયાન ચોરવાડ ગામ પાસે શૌચક્રિયા માટે જીપ ઉભી રાખતા અકસ્માત સર્જાયો હતો.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application