તમિલનાડુથી વહેલી સવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. ત્રિચી-ચેન્નઈ નેશનલ હાઈવે પર આજરોજ વહેલી સવારે 5 વાહનો એકબીજા સાથે અથડાઈ ગયા હતા. આ અકસ્માતમાં એક જ પરિવારનાં 5 લોકોનાં મોત થયા છે. આ અકસ્માતમાં કુડ્ડાલોર જિલ્લાના વેપુર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 2 ખાનગી બસો, 2 લારીઓ અને 2 કાર એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોનાં ઘટના સ્થળે જ મોત થયા છે. જોકે વધારેમાં જણાવવામાં આવી રહ્યું છે કે, અકસ્માતમાં ડ્રાઈવર સહિત એક જ પરિવારની 2 મહિલાઓ અને 2 બાળકોનાં મોત થયા છે. પોલીસે જણાવ્યું કે, મૃતકનાં સભ્યોની હજુ ઓળખ નથી થઈ શકી, તેઓ કારમાં હતા. અકસ્માતની માહિતી તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને આપવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘણી જહેમત બાદ મૃતકોની લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે વેપુર સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. પોલીસે અકસ્માત સંદર્ભે ગુનો નોંધ્યો છે અને અકસ્માતમાં સંડોવાયેલા લોકો કયા શહેરના છે તે અંગે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. અકસ્માત બાદ નેશનલ હાઈવે પર વાહન વ્યવહારને માઠી અસર થઈ છે. ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે, હાલમાં મૃતકની ઓળખ નથી થઈ શકી. કારની આરસી બુકનો હવાલો આપતા પોલીસે જણાવ્યું કે, વાહન ચેન્નાઈનાં નંગનલ્લુરનું છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાની તપાસ ચાલી રહી છે અને મૃતકોની ઓળખ ટૂંક સમયમાં કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500