તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સમગ્ર દક્ષિણ ગુજરાત માં આજે સવાર થી મેઘ મહેર થઈ રહી છે,તાપી જિલ્લા ના સોનગઢ માં માત્ર બે કલાક માં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા પાણી પાણી થઈ ગયું હતું જેને પગલે વહીવટી તંત્ર કામગીરી માં જોતરાયું હતું.
દક્ષિણ ગુજરાત ના તાપી જિલ્લા માં આજે સવાર થી વાલોડ,વ્યારા,સોનગઢ સહીત ના વિસ્તારો માં મેઘરાજા મેહરબાન થયા હતા ,ખાસ કરી ને જિલ્લા ના સોનગઢ પંથક માં માત્ર બે કલાક માં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સોનગઢ નગર પાણી પાણી થઈ ગયું હતું,આ મુસળધાર વરસાદ ને પગલે સોનગઢ ના નદી કિનારા,બાપાસીતારામ નગર,ભરવાડ ફળિયું,જલારામ વાડી,એકતા નગર,ડો,શ્રોફની હોસ્પિટલ પાછળ-શ્રીરામનગર,ઈસ્લામપુરા,પોસ્ટ ઓફિસની બાજુમાં,ઈસ્લામપુરા મેઈન રોડ પાછળ,યુવક મંડળ વિસ્તાર,સ્ટેશન રોડ નવી વસાહત,જનતા માર્કેટ સહિત નીચાણવાળા વિસ્તારોમાં આશરે 150 જેટલા ઘરોમાં આશરે 3 થી 5 ફૂટ પાણીનો ભરાવો થતા ઘરોમાં ઘર વખરીને અતિ ભારે નુકશાન પહોચ્યું હતું,અનેક વિસ્તારમાં વાહનો પાણીમાં ડૂબી ગયા હતા,જેને લઇ તંત્ર પણ વહેલી સવાર થીજ કામગીરીમાં જોતરાય ગયું હતું.સોનગઢ નગરમાં આશરે 600 જેટલા લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું.પાલિકાતંત્ર,તેમજ ગામના આગેવાનો દ્વારા લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી,સોનગઢના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક સ્થળે રસ્તાઓનું ધોવાણ થયું હતું,તેમજ ઘરોમાં વરસાદના પાણી ભરી વળ્યા હતા,ગુણસદા ગામમાં એક વાછરડીનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે,જયારે જંગલઆમલપાડા માં મકાનની દીવાલ પડી ગઈ હતી,રાત્રે પડેલા વરસાદને કારણે સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જયારે હાલ પાણી ઓસરતાં વહીવટી તંત્ર સહીત સ્થાનિકોએ રાહત અનુભવી છે.હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં તાપી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.ત્યારે તાપી જિલ્લાના જિલ્લા કલેકટર એન.કે ડામોરે અધિકારીઓને હેડકવાર્ટર નહિં છોડવા તાકીદ કરી છે.
high light-તાપી જિલ્લા સવારે ૦૬:૦૦ કલાકથી સાંજના ૦૪:૦૦ કલાક દરમિયાન ૨૦૪ મીલિમીટર વરસાદ નોંધાયો છે.વ્યારા તાલુકામાં ૨૭ મી.મી,વાલોડ તાલુકામાં ૨૧ મી.મી,સોનગઢ તાલુકામાં ૩૭ મી.મી,ઉચ્છલ તાલુકામાં ૮૫ મી.મી,ડૉલવણ તાલુકામાં ૩૪ મીલિમીટર વરસાદ નોંધાયો છે.જયારે નિઝર અને કુકરમુન્ડા તાલુકામાં વરસાદ નહિં થયો હોવાનું આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર,તાપી તરફથી જણાવાયું છે.
high light-સોનગઢમાં ક્યા વિસ્તારમાં કેટલા ઘરોમાં પાણી ભરાયા..
સોનગઢ નગરમાં 150 જેટલા ઘરોમાં,જયારે ગ્રામ્ય વિસ્તારમાં 87 થી વધુ ઘરોમાં પાણી ભરાયા
(૧)બોરદા-૧૩
(૨)વાજપુર-૨૨
(૩)એકલઆંબા-૩૦
(૪)જંગલ આમલપાડા-૧
(૫)ઘોડા-૪
(૬)વડદા-૧
(૭)વાગદા-૧
(૮)દુમદા-૩
(૯)મોટા બંદરપાડા-૩
(૧૦)ગુણસદા-૨
(૧૧)ઘોડચિત-૧
(૧૨)ખરસી-૧
(૧૩)ડોસવાડા-૧
(૧૪)સાદડકુવા-૧
(૧૫)આમલી-૧
(૧૬)ગુંદી-૧
(૧૭)આમલપાડા-૧
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500