Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જીલ્લામાં તા.૧૬ જુલાઇથી ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાન

  • July 05, 2018 

તાપીમિત્ર ન્યુઝ,આહવા:સરકીટ હાઉસ આહવા ખાતે આજરોજ મિઝલ્સ રૂબેલાના કેમ્પેઇન સંદર્ભે એક પત્રકાર પરિષદનું આયોજન જિલ્લા કલેકટરશ્રી બી.કે.કુમારના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.આપણે શીતળા તથા પોલીયોના રોગનું નિર્મુલન કરી શકાયા છીએ હવે ઓરી અને રૂબેલા આ બે રોગને હરાવવા આપણે સૌ કટિબધ્‍ધ બનીએ. આપણી ભાવિપેઢીને તંદુરસ્ત  બનાવવા માટેનું આ અભિયાન છે.તેમ જિલ્લા કલેકટરશ્રી બી.કે.કુમારે આજરોજ યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવ્‍યું હતું.અધિક જિલ્‍લા આરોગ્ય અધિકારી ડો.મેઘા મહેતાએ પાવરપોઇન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા ડાંગ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ૭ માસમાં કરવામાં આવેલ કામગીરી તથા મીઝલ્સ રૂબેલા કેમ્પેઇનના આયોજનની વિસ્તૃત માહિતી આપી હતી.  તેમણે કહ્યું હતું કે,એક રાષ્‍ટ્રવ્‍યાપી અભિયાન હેઠળ ઓરી અને રૂબેલા સામે સુરક્ષા પુરી પાડવા માટે ઓરી-રૂબેલા (એમ.આર) રસીકરણ અભિયાન તા.૧૬ જુલાઇ ૨૦૧૮ થી સમગ્ર ગુજરાત રાજયમાં તેમજ આપણા ડાંગ આહવા જિલ્‍લામાં શરૂ કરવામાં આવનાર છે.આ અભિયાન હેઠળ સમગ્ર જિલ્‍લામાં ૯ માસથી ૧૫ વર્ષ સુધીના તમામ બાળકોને ઓરી-રૂબેલાની રસી આપવામાં આવશે.ઓરી એક જીવલેણ રોગ છે જે વાઇરસ દ્ધારા ફેલાય છે બાળકોમાં ઓરીના લીધે વિકલાંગતા અને અકાળે મૃત્‍યુ થઇ શકે છે.રૂબેલા એક ચેપી રોગ છે.જે વાઇરસ દ્ધારા ફેલાય છે.ડાંગ આહવા જિલ્‍લામાં ૯ માસથી ૧૫ વર્ષ સુધીના કુલ ૬૮ હજારથી વધુ બાળકોને ઓરી-રૂબેલાની રસી આ અભિયાન અન્‍વયે આપવામાં આવશે,આ અભિયાન અન્‍વયે કુલ ,૩૪૧ સેસન્‍સ કરવામાં આવશે.૧૬ જુલાઇ,૨૦૧૮ થી શરૂ થનાર આ અભિયાન કુલ પાંચ અઠવાડીયા ચાલશે. જેમાં બે અઠવાડીયા સ્‍કુલમાં સેસન્‍સ,બે અઠવાડીયા ગ્રામ્યકક્ષાએ સેસન્‍સ,તથા છેલ્‍લા અઠવાડીયામાં બાકી રહી ગયેલા અથવા છુટી ગયેલા બાળકોને આવરી લેવા માટે કામગીરી કરવામાં આવશે.ઓરી અને રૂબેલાની રસી સંપૂર્ણ સુરક્ષિત છે.તથા તેની કોઇ આડઅસર થતી નથી.આ મહાઅભિયાન અન્‍વયેની કામગીરી જિલ્‍લા આરોગ્‍ય વિભાગ, શિક્ષણ વિભાગ,મહિલા અને બાળ વિકાસ વિભાગ,સહિત અન્‍ય વિભાગોના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવશે.આપણા ગામની શાળા-આંગણવાડીમાં-આરોગ્‍ય કેન્‍દ્રોમાં જયારે ઓરી અને રૂબેલા રસીકરણનો કાર્યક્રમ જે દિવસે આવે ત્‍યારે આ કામગીરીમાં પ્રત્‍યેક્ષ કે પરોક્ષ સહકાર  આપવા તથા ડાંગ જિલ્‍લાનું એક પણ બાળક આ રસીથી વંચિત રહેવા ના પામે તે માટે જરૂર સહયોગ આપવા ડાં જિલ્‍લાની પ્રજાને ડાંગ જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application