શૈલેષભાઈ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,માંડવી:માંડવી તાલુકાના સઢવાવ ગામ માંથી ઘરની પાછળ સંતાડી રાખવામાં આવેલા સાગી લાકડા અંગે જંગલખાતાના અધિકરીઓને મળેલ બાતમીના આધારે આજરોજ તપાસ હાથ ધરી હતી,જેમાં એક ઘરની પાછળ એક મારુતિ ફંટી નંબર GJ-6-K-5827 માં સંતાડી રાખવામાં આવેલ સાગી ચોરસા નંગ-14,ઘન મીટર 0.434 શોધી કાઢવામાં આવ્યા હતા.તેમજ એક મોટર સાયકલ પણ કબજે કરવામાં આવી છે.માંડવી રેંજ ના આરએફઓ સુરમાં અને તેમના સ્ટાફના માણસોએ સ્થળ પરથી મારુતિ કાર મોટર સાયકલ સહિત 1.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.બનાવ અંગે સાગી ચોરસા ક્યાં થી આવ્યા અને કોણ લાવ્યું તે દિશામાં જંગલ ખાતાના અધિકારીએ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application