Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તરાખંડની હલ્દ્વાની જેલમાં 44 કેદીઓ HIV પોઝિટિવ મળી આવતા ખળભળાટ મચી

  • April 10, 2023 

ઉત્તરાખંડની હલ્દ્વાની જેલમાં 44 કેદીઓ HIV પોઝિટિવ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સુશીલા તિવારી હોસ્પિટલનાં એઆરટી સેન્ટર ઈન્ચાર્જ ડૉ.પરમજીત સિંહે કહ્યું કે, હલ્દ્વાની જેલમાં 44 કેદી હ્યુમન ઈમ્યુનો ડેફિશિયન્સી વાયરસ (HIV)થી પોઝિટિવ મળી આવ્યા હતા અને તેમાં એક મહિલા પણ HIVથી સંક્રમિત જણાઈ હતી. ડૉ.સિંહે જણાવ્યું કે, જેલમાં HIV પોઝિટિવ કેદીઓની સંખ્યા સતત વધી રહી છે જેનાથી જેલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કેદીઓની સારવારની માહિતી આપતા ડૉ.સિંહે કહ્યું કે, HIV દર્દીઓ માટે એક એઆરટી (એન્ટીરેટ્રોવાયરલ થેરેપી) કેન્દ્ર સ્થાપિત કરાયું છે.






જ્યાં સંક્રમિત કેદીઓની સારવાર કરાય છે. મારી ટીમ સતત જેલમાં કેદીઓની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે, જે પણ કેદી HIVથી સંક્રમિત થાય છે તેને રાષ્ટ્રીય એઈડ્સ નિયંત્રણ સંગઠન(NACO)નાં દિશા-નિર્દેશો હેઠળ મફત સારવાર અને દવાઓ અપાય છે. હાલમાં જેલમાં 1629 પુરુષો અને 70 મહિલા કેદીઓ છે. આટલી મોટી સંખ્યામાં કેદીઓના એચઆઈવી પોઝિટિવ મળી આવતા જેલ તંત્ર પણ કેદીઓની નિયમિત તપાસ કરી રહ્યું છે જેથી HIV સંક્રમિત કેદીઓને સમયસર સારવાર આપી શકાય.​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application