કાતિલ કોરોના ના કહેર વચ્ચે આજરોજ વધુ 4 કેસ સામે આવ્યા છે. જેને લઇ આરોગ્ય વિભાગ દોડતું થઇ છે. તાપી જીલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર તા.30મી ઓગસ્ટ નારોજ જીલ્લામાં કોરોનાના વધુ 4 કેસ મળી આવ્યા છે. જેમાં સોનગઢમાં-3 અને વ્યારામાં-1 કેસ મળી કોરોનાનો કુલ 4 કેસ સામે આવ્યા છે.
કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 301 પર પહોંચી ચુક્યો છે. જયારે કોરોનાથી આજદિન સુધી કુલ 19 દર્દીઓના મોત નિપજ્યા છે. આજે વધુ 15 દર્દીઓ સાજા થતા રજા અપાઈ આ સાથે કુલ 256 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. હાલ 35 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આજે તાપીમાં નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ.....
(1) 40 વર્ષીય પુરુષ,શક્તિ નગર-સોનગઢ
(2) 32 વર્ષીય મહિલા,શ્યામ વાટિકા-સોનગઢ
(3) 29 વર્ષીય મહિલા,સીએચસી ક્વાર્ટર્સ-સોનગઢ
(4) 65 વર્ષીય પુરુષ,વૃંદાવનધામ,સોસાયટી,કાનપુરા -વ્યારા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500