ડાંગ ૧૭૩ વિધાનસભા ની પેટા ચૂંટણી ના પડઘમ વચ્ચે કોગ્રેસ ના પુર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઇ મોઢવડીયા ની ઉપસ્થિત માં કોગ્રેસ ની સભા યોજાઇ.
ડાંગ ૧૭૩ વિધાનસભા ની પેટા ચૂંટણી ને લઇ ચુંટણી પ્રચાર નો ધમધમાટ વચ્ચે રાજકીય પક્ષોઓ એડી ચોટી નુ જોર લગાવવા માટે દિગગજ નેતા ને મેદાન માં ઉતારી કોગ્રેસ ના ઉમેદવાર સુર્યકાંતભાઇ ગાવિત ને જીતાડવા ના પ્રયાસ કરી રહયા છે જેને અનુલક્ષી ને આહવા ડાંગ દરબાર હોલ ખાતે પુર્વ કોગ્રેસ પ્રદેશ પ્રમુખ અને સ્ટાર પ્રચારક અજુનભાઇ મોઢવાડીયા ની અધ્યક્ષ સ્થાને કોગ્રેસ ની સભા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસી કાર્યકરો ને વર્ષો થી કોગ્રેસ ના ગઢ ગણાતી ડાંગ ની વિધાનસભા ની પેટા ચૂંટણી માં ફરી કોગ્રેસ ના ઉમેદવાર ને જીતાડી ગદ્દારી કરનારને પાઠ ભણાવી વફાદારને વિજયી બનાવવાનો સંકલ્પ લીધો હતો અને અર્જુનભાઈએ ભાજપ પર આકરા પ્રહાર કરી ને કોંગ્રેસની ગાથાઓનું ગાણું ગાયુ હતું.
દેશના પ્રથમ હકદાર આદિવાસી અને ભાજપ દેશને લૂંટવા નીકળ્યો ડાંગ માં લાકડા કાપી જાય જેમાં આપણા લોકો ના ભાગલા પાડવાની નીતિ ભાજપ ચલાવી રહ્યા છે જે ધર્મ માં માનીએ છે આખરે તો પરમાત્મા એકજ છે આદિવાસીઓ ના અભ્યાસ સમયે અને આરોગ્ય સમયે ભાજપ ક્યાં હતુ આદિવાસીઓ ને હક આપનાર કોંગ્રેસ છે જળ જંગલ અને જમીન ના મલિક બનાવ્યા અને ભાજપે ખરીદ વેચાણ સંઘ ચૂંટાયેલા પ્રતિનિધિ નું કર્યું ધારાસભ્ય ને ૫૦ કરોડ ની ઓફર કરનારા ભાજપ ડૂબી મરો અને તમામ યોજના કોંગ્રેસે બનાવી એવી ચુંટણીલક્ષી વાતો ઉચ્ચારી હતી.
આ સભા માં એઆઈસીસી મેમ્બર વિશ્વરંજન મોહતી એ ભાજપ સરકાર ને ભષ્ટ્રાચારી સરકાર ગણાવી ડાંગ માં યોજાનાર વિધાનસભા ની પેટા ચુંટણી માં ફરી એક વાર કોગ્રેસી કાર્યકરો એ ભાજપ ના કમળ ને ઉખાડી કોગ્રેસ ના ઉમેદવાર ને પ્રચંડ બહુમતી વિજય બનાવી કોગ્રેસ ના મત ની તાકાત બતાવાની છે આ સભા માં વાંસદા ના ધારાસભ્ય અંનત પટેલે ધારદાર છટા માં ભાજપ સરકાર ને આદિવાસી માટે કંલક રૂપી સરકાર ગણાવી હતી ભાજપ સરકાર આદિવાસી સમાજ ને ગૂમરાહ કરી મત મેળવવાની પેરવી કરી રહી છે પણ આ તકસાધુ લોકો ને ખુલ્લા પાડવા નો સમય આવી ગયો છે જેની માટે કોગ્રેસ ના કાર્યકરો કોગ્રેસ ના ઉમેદવાર ને જીતાડવા માટે એક જુથ બની પ્રચાર કાર્ય માં જોડાઇ જવુ પડશે.
હાલ ભાજપ સરકાર આદિવાસી બાળકો ને શિક્ષણ થી વંચિત રાખવા માટે આદિવાસી વિસ્તારમાં શાળા બંધ કરવાનુ કાવતરું ધડી રહી છે જેની માટે આદિવાસી સમાજે જાગૃત થઇ મત ની તાકાત થી ભાજપ ને જાકારો આપવો પડશે આ સભા માં ધારાસભ્ય આનંદ ચૌધરી પુનાજી ગામીત ડાંગ પ્રભારી અજય ગામિત યુથ કોગ્રેસ ના અનીસ ધાનાણી વિનોદ ભોયે તુષાર કામડી કોંગ્રેસી આગેવાન ગૌતમ પટેલ હરીશ બચછાવ ચંદર ગાવિત પ્રફુલ નાયક નંદુ ભદાણે શરદ મહિલા કોગ્રેસ ના લતાબેન ભોયે તેમજ સરપંચો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.(વનરાજ પવાર દ્વારા- ડાંગ)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500