અશોકકુમાર યાદવે મિત્રના ઘરે ફાંસોખાઈ આપઘાત કર્યો હતો. જયસુખ કડાવાલા અવાર નવાર ઉઘરાણી માટે ઘરે આવી ધમકી આપતો હતો, અશોકકુમારે આત્મહત્યા કરતા પહેલા સુસાઈટ નોટ લખી હતી.
કોસાડ આવાસમાં રહેતા રીક્ષા ચાલકે ફાયનાન્સર દ્વારા કરવામાં આવતી પઠાણી ઉઘરાણીથી કંટાળીને લિંબાયત વિસ્તારમાં રહેતા તેના મિત્રના ઘરે ફાંસોખાઈ આપઘાત કરી લેવાના કેસમાં પોલીસે રીક્ષા ચાલકે લખેલી સુસાઈટ નોટના આધારે તેની પત્નીની ફરિયાદ લઈ ફાયનાન્સર સામે દુષરપ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ અમરોલી કોસાડ આવાસમાં રહેતા માલતીબેન અશોકકુમાર યાદવ (ઉ,વ,૩૫)નો પતિ અશોકકુમાર રીક્ષા ચલાવતો હતો. અશોકકુમારે ગત તારી ૯મીના રોજ લિંબાયત વિસ્તારમાં રહેતા તેના મિત્રના ઘરે ફાંસોખાઈ આત્મહત્યા કરી હતી. અશોકકુમારે આત્મહત્યા કરતા પહેલા સુસાઈટ નોટ લખી હતી જે પોલીસે કબજે કરી હતી જેમાં અશોક કુમારે લખ્યું હતું કે,જયસુખ કડાવાલા દ્વારા કરવામાં આવતી વારંવાર પઠાણી ઉઘરાણીથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
બનાવ અંગે મૃતક અશોકકુમારની પત્ની માલતીબેને જયસુખ કડાવાલા સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોધાવી હતી જેમાં માલતીબેને જણાવ્યું હતું કે,ગત તારીખ ૮મીના રોજ સવારે દસ વાગ્યે જયસુખ તેમના ઘરે આવ્યો હતો અને તારા પતિને સમજાવી દે જે મારા લીધેલા રૂપીયા આપી દે નહીતર જાનથી મારી નાંખીશ દેવી ધમકી આપી ગયો હતો. આ અંગે માલતીબેને તેના પતિને ફોન કરી જાણ કરી હતી.
જોકે અશોકકુમાર નવ વાગ્યા સુધી ઘરે નહી આવતા પરત ફોન કર્યો હતો ત્યારે અશોકકુમારે હું ઘરે આવીશ તો જયસુખ કડાવાલા મને મારી નાંખશે તું અત્યારે સુઈ જા હું સવારે ઘરે આવીશ હોવાનુ કહી ફોન કાપી નાંખ્યો હતો અને બીજા દિવસે સવારે ૯મીના રોજ તેના મિત્ર રામપતિ બપોરે બે વાગ્યે ઘરે આવી અશોકકુમારે આત્મહત્યા કરી હોવાનુ જાણ કરતા સ્મીમેર હોસ્પિટલ પહોચી હતી. ત્યાં તેમના મિત્ર મહેન્દ્રએ અશોકભાઈ તેમના ઘરે રોકાયા હતા અને હું રાતની નોકરી હતી ઍટલી નોકરી પુરી કરી સવારે ફોન કરતા તેઓ ફોન ઉપાડ્યો ન હતો જેથી ઘરે આવી દરવાજા ખખડાવતા નહી ખોલતા આજુબાજુના માણસોએ ઘરનો દરવાજા ખોલીને જોતા દોરીથી રૂમમાં પંખા સાથે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી હાલતમાં મળી આવ્યા હતા.
અશોકકુમારને નીચે ઉતારી પોલીસને જાણ કરતા પોલીસે આવતા તપાસ કરતા મોબાઈલ ફોન નીચેથી અશોકકુમારે લખેલી ચીઠ્ઠી મળી આવી હતી જે પોલીસે કબજે કરી હતી. પોલીસે માલતીબેનની ફરિયાદ લઈ જયસુખ કડાવાલા સામે દુષરપ્રેરણાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500