મહિધરપુરા ભવાનીવાડ હરીપુરામાં આવેલ એચ.આર. ગોવિંદ એન઼્ડ કંપની નામની આંગડીયા પેઢીમાંથી મેનેજરે તેના ભત્રીજા અને તેના મિત્રો સાથે મળીને કંપની માંથી રૂપિયા ૧.૦૪ કરોડની ઉચાપત કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોધાઈ છે.
રાજકોટ એચ.એચ.રોડ સોની બજાર ભાગ્યોદય એપાર્ટમેન્ટમાં રહેતા ૪૫ વર્ષિય અરવિંદ શંકરભાઈ પ્રજાપતિ ભાગીદારીમાં ઍચ.આર,ગોવિંદ ઍન્ડ કુંપનીના નામે ભાગીદારીમાં આંગડીયા પેઢી ચલાવે છે. કંપનીની ભારતમાં જુદા જુદા શહેરોમાં શાખાઓ આવેલી છે જે પૈકી રાજકોટ શાખાનું કામકાજ અરવિંદભાઈ પોતે સંભાળે છે. કંપનીની મુખ્ય શાખા અમદાવાદમાં આવેલી છે.સુરત માં ભવાનીવડ હરીપુરામાં પટેલ હાઉસમાં આવી છે.જેમાં છેલ્લા એક વર્ષથી મેનેજર તરીકે ડીંડોલી ઓમનગરમાં રહેતો હિતેશ ઉર્ફે મેહુલ બાબુજી બારોટ છે. અરવિંદભાઈ ગત તા. ૯મી જુનના રોજ હિતેશને ફોન કરી પેઢીમાં રૂપિયા ૧,૦૪,૨૬,૦૦૦ હતા તે અમદાવાદ, રાજકોટ અને દિલ્લી ખાતે મોકલવાના છે પરંતુ કયાં કેટલી રકમ મોકલાવી છે જે અંગે થોડીવારમાં ફરી ફોન કરી માહીતી આપવા અંગે કહયા હતું. જાકે થોડીવાર બાદ અરવિંદભાઈએ ફોન કરતા હિતેશ ઉર્ફે મેહુલે ફોન ઉપાડ્યા ન હતા. જેથી અરવિંદભાઈને શંકા જતા તાકિદે તેના ભાગીદાર નરેન્દ્ર અને રાજેશને વાત કરી બીજા દિવસે એટલે કે તા.૧૦મી જુનના રોજના સુરત દોડી આવ્યા હતા.
પેઢીમાં જઈને તપાસ કરતા ઓફિસને તાળા લાગેલા હતા. હિતેશ ઉર્ફે મેહુલની શોધખોળ કરવા છતાંયે તે મળ્યો ન હતો.જેથી તેના કાકા ગોપાલભાઈ બારોટ સાથે તપાસ કરતા તેમના પરિવાર સાથે વાત કર્યા બાદ હિતેશ ઉર્ફે મેહુલને તેમની મહિધરપુરા ભવાનીવડ કલીયુગ મોહલ્લો ખાતે આવેલ એમ.કે.કાર્ગો નામની આંગડીયાની ઓફિસમાં ગઈ ગયા હતા, હિતેશે કબુલાત કરતા કહયા હતું કે અગાઉ પણ નાની મોટી રકમ બાબતે કોઈ દિવસ પુછપરછ કરી ન હતી જેથી હાલમાં રકમ વધારે હોવાથી રકમ પરત આપવાનો કોઈ ઈરાદો ન હતો અને રકમ પેઢીમાંથી ચોરી થઈ ગઈ છે તેમ કહી મારા અંગત ઉપયોગમાં લઈ ઉચાપત કરવાનો હતો જે માટે ભત્રીજા દિવ્યાંગ બારોટને વાત કરી તેની રકમ સંતાડી રાખવા માટે આપી હતી.
પરંતુ અરવિંદભાઈ અવાર નવાર ફોન કરી ભાગીદાર સાથે સુરત આવવા નિકળયા હોવાની જાણ થતા દીવ્યાંગે તેના ઓળખીતા નવીન ભરવાડ અને રાહુલ દાદરેચાની હાજરીમાં તેના મિત્ર મેહુલ ભરવાડને સંતાડવા માટે આપ્યા હતા. મેહુલ ભરવાડે પુછપરછમાં પૈસા તેના ભાગીદાર ચિરાગ ભરવાડને આપ્યા હોવાનુ કહી તેની ઓફિસમાં લઈ ગયા હતા ત્યાં ચિરાગે તેમના પૈસા દર મહિને બે લાખ આપવાનુ કહ્નાં હતું પરંતુ આપ્યા ન હતા અરવિંદ અને તેના ભાગીદારોને ખ્યાલ આવી ગયો કે મેનેજર હિતેશ ઉફે મેહુલ બારોટે તેના ભત્રીજ દિવ્યાંગ તેમજ મિત્ર મેહુલ ભરવાડ અને ચિરાગ ભરવાડ સાથે મળીને ઉચાપત કરી છે જેથી ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોધાવતા હિતેશ બારોટ, દિવ્યાંગ બારોટ, મેહુલ ભરવાડ અને ચિરાગ ભરવાડ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500