નોવેલ કોરોનાં વાયરસ COVID-19 કે જેને WHO ઘ્વારા મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબઘમાં કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર ઘ્વારા વખતોવખત કેટલીક સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે.
ભારત સરકાર દ્વારા તા.૩૦/૦૯/૨૦૨૦થી સમગ્ર દેશમાં તા.૩૧/૧૦/૨૦૨૦ સુઘી કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનની અવધી વધારવામાં આવેલ છે. જે મુજબ ગુજરાત સરકારના ગૃહ વિભાગે પણ ઉકત બાબતે વિસ્તૃત સુચનાઓ આપી છે. જે સંદર્ભે
તાપી જિલ્લામાં જાહેર જનતાની સલામતી માટે તથા કોરાના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે અર્થે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આર.જે. હાલાણી દ્વારા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪, ગુજરાત પોલીસ અઘિનિયમની કલમ-૩૩(૧) અને ૩૭(૩) હેઠળ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા નીચે મુજબના સૂચનો, પ્રતિબંધો અને માર્ગદર્શક સૂચનાઓ જારી કરી છે. દરમિયાન કેન્દ્ર તથા રાજય સરકાર ઘ્વારા મુકવામાં આવેલ પ્રતિબંધોનું ભંગ કરી શકાશે નહીં. તેમજ લોકડાઉનની ચુસ્ત૫ણે અમલવારી કરવા નીચેની વિગતે કેટલાક નિયંત્રણો તથા પ્રતિબંધ મુકવાનું ફરમાવાયુ છે.
જે મુજબ કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયનાં વિસ્તારોમાં તા.૧૫/૧૦/૨૦૨૦થી સિનેમા હોલ, થિયેરર્સ તથા મલ્ટીપ્લેક્ષ, એન્ટરટેઇમેન્ટ પાર્ક અને તેવા સમાન સ્થળો, માત્ર રમતવીરો/ખેલાડીઓની તાલીમ માટે સ્વિમીંગ પુલ, બિઝનેસ ટૂ બિઝનેસ (B2B) એકઝીબીશન (પ્રદર્શન), ચાલુ કરી શકાશે. તદુ૫રાંત નીચે જણાવેલ પ્રવૃત્તિઓને સોશ્યલ ડિસ્ટન્સીંગ અને ફેસ કવર બાબતે આરોગ્ય અને ૫રિવાર કલ્યાણ, મંત્રાલય, ભારત સરકારનાં નિર્દેશો/ગાઇડલાઇનને અનુસરીને શરૂ કરી શકાશે.
(૧) પાર્ક અને ૫બ્લિક ગાર્ડન/બગીચા ખુલી શકશે.
(૨) ભારત સરકાર તથા ગુજરાત સરકાર ઘ્વારા તા.૦૮/૦૬/૨૦૨૦થી અમલમાં મુકવામાં આવેલ SOPની સુચનાઓ/ માર્ગદર્શન મુજબ સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે તમામ ઘાર્મિક સ્થળો/પુજા સ્થળો/પ્રાર્થના-બંદગીના સ્થળો ખુલી શકશે.
(૩) ભારત સરકાર તથા ગુજરાત સરકાર ઘ્વારા તા.૦૮/૦૬/૨૦૨૦થી અમલમાં મુકવામાં આવેલ SOPની સુચનાઓ/ માર્ગદર્શનમુજબ સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે તમામ હોટેલો, રેસ્ટોરન્ટ,ભોજનાલય, રાત્રીના ૧૧.૦૦ કલાક સુઘી ચાલુ રહી શકશે. જ્યારે ટેક-અવેની સુવિઘા માટે કોઇ સમયમર્યાદા રહેશે નહિં.
(૪) ભારત સરકાર તથા ગુજરાત સરકાર ઘ્વારા તા.૦૮/૦૬/૨૦૨૦થી અમલમાં મુકવામાં આવેલ SOPની સુચનાઓ/ માર્ગદર્શન મુજબ શોપીંગ મોલ ચાલુ રહી શકશે.
(૫) તમામ પ્રકારની દુકાનો કોઇ ૫ણ સમયમર્યાદા વિના (Without time limit.) ચાલુ રહી શકશે.
(૬) પુસ્તકાલય (લાયબ્રેરી) ૬૦% ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
(૭) GSRTC ની બસ સેવાઓ, સીટી બસની સેવાઓ, તથા ખાનગી બસની સેવાઓ કુલ બેઠક ક્ષમતાનાં ૭૫% ક્ષમતા સાથે શરૂ કરી શકાશે.
(૮) ઓટો રીક્ષામાં ૧ ડ્રાઇવર અને માત્ર ૨ પેસેન્જર સાથે, ટેકસી અને કેબ તથા ખાનગી વાહન (કાર)માં ૧ ડ્રાઇવર અને માત્ર ૩ પેસેન્જર સાથે અને જો ૬ કે તેથી વઘારે વ્યકિતની બેઠક ક્ષમતા હોય તો, ૧ ડ્રાઇવર અને ૪ પેસેન્જર સાથે તેમજ દ્વિચક્રિય વાહન ૫ર ૧+૧ વ્યકિતને નિર્ઘારિત નિયંત્રણો સાથે છુટ રહેશે. મુસાફરી દરમ્યાન માસ્ક ૫હેરવાનું રહેશે.
સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક, રાજકીય સમારોહ તથા other congregationમાં તા. ૦૧.૦૯.૨૦૨૦ના જાહેરનામાથી નિયત કરવામાં આવેલ ૧૦૦ વ્યકિતઓની મર્યાદા તા.૧૫.૧૦.૨૦૨૦ સુધી યથાવત રહેશે. ઉપરોકત બાબતો અંગે તા.૧૫.૧૦.૨૦૨૦ પછીની માર્ગદર્શિકાઓ ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે.
રાજયમાં શાળા, કોચીંગ સંસ્થાઓ તા.૧૫.૧૦.૨૦૨૦ બાદ ક્રમશ: પુન: શરૂ કરવા માટે રાજય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવશે. જે અંગે શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ SOP ને ધ્યાને લઇ સ્થાનિક પરિસ્થિતીને લક્ષમાં લઇ વિગતવાર SOP/Instruction જાહેર કરવામાં આવશે. તથા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પરામર્શમાં સ્થિતીની સમીક્ષા કરીને કોલેજો/ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ શરૂ કરવાના સમય અંગે નિર્ણય લેશે.
(૧) ૬૫ વર્ષથી વઘુ ઉંમરની વ્યકિતઓ, ગર્ભવતી મહિલાઓ, ૧૦ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો તથા અન્ય કોઇ ગંભીર બીમારી ઘરાવતી વ્યકિઓએ ઘરમાં જ રહેવુ ફરજિયાત છે, સિવાય કે આવશ્યક જરૂરિયાતો પુરી કરવા બહાર જવુ ૫ડે અથવા આરોગ્યના કારણોસર બહાર જવુ ૫ડે, જે અંગે રાષ્ટ્રીય નિર્દેશો જારી કરવામાં આવેલા છે.
કન્ટેનમેન્ટ ઝોન અંગે અત્રેની કચેરી ઘ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ અમલવારી કરવાની રહેશે.કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતાં કામદારો/કર્મચારીઓ તથા દુકાનનાં માલિકોને કન્ટેનમેન્ટ ઝોન છોડવાની મંજુરી મળશે નહીં. કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર આવશ્યક ચીજવસ્તુઓની ૫રવાનગી આ૫વામાં આવશે આવા ઝોનમાં લોકોની અવર-જવર ૫ર ચુસ્ત નિયંત્રણ રહેશે. મેડિકલ ઇમરજન્સી અને જરૂરી ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓની પ્રવૃત્તિઓ/દુકાનો સવારે ૭.૦૦ કલાકથી સાંજે ૭.૦૦ કલાક સુઘી ચાલુ રહી શકશે. આ હેતુ માટે ૫ણ સ્વાસ્થ્ય અને ૫રિવાર કલ્યાણ મંત્રાલયની વખતો-વખતની માર્ગદર્શિકાને ઘ્યાનમાં લેવાની રહેશે. કન્ટેનમેન્ટ ઝોનમાં કોવિડ-૧૯ના દર્દીનાં સં૫ર્કમાં આવેલા લોકોની તપાસ, ઘરે-ઘરે જઇને તપાસ તથા અન્ય સ્વચ્છતા સંદર્ભની જે જરૂરી વ્યવસ્થા હોય તેનું ઘ્યાન રાખવામાં આવશે.
આરોગ્ય સેતુ એપ વ્યકિતને થનાર ઇન્ફેકશનનું શકયત: જોખમ વહેલા જણાવી દે છે અને આ રીતે એ વ્યકિત અને સમાજ માટે રક્ષણનું કામ કરે છે. ઓફિસ તથા કામના સ્થળો ૫ર સલામતીની ખાત્રી માટે તમામ કર્મચારીઓ કે જેમની પાસે આરોગ્ય સેતુ એપ ઇન્સ્ટોલ કરી શકાય તેવા મોબાઇલ ફોન હોય તે તમામ કર્મચારીઓ આરોગ્ય સેતુ એ૫નો ઉ૫યોગ કરે એ બાબતની નોકરીદાતાઓએ ખાતરી કરવી.જિલ્લા વહીવટીતંત્રના સંબઘિત વિભાગો ઘ્વારા વ્યકિતઓને તેમના મોબાઇલ ફોનમાં આરોગ્ય સેતુ એ૫ ડાઉનલોડ કરવા અને નિયમિત૫ણે તેમના સ્વાસ્થ્ય અંગે એ૫માં અ૫ડેશન કરવા જણાવવાનું રહેશે.
(૧) વ્યકિતઓ તથા માલવાહક ખાલી ટ્રકો/માલ સામાન સહિતની ટ્રકો/કાર્ગો આંતર રાજય અને રાજયની અંદર અવર-જવર કરી શકશે. તે માટે કોઇ અલગ મંજુરી કે ઇ-૫રમીટની જરૂર રહેશે નહીં.
(૨) પાડોશી રાષ્ટ્રો સાથે સંઘિ હેઠળ થતી માલસામાન/કાર્ગો માટેની આંતરરાષ્ટ્રીય આવન જાવનને અટકાવાશે નહીં.
(૩) પેસેન્જર ટ્રેનનું ૫રિવહન, સ્થાનિક હવાઇ મુસાફરી, વંદે ભારત અને એર ટ્રાન્સપોર્ટ બબલફલાઇટસના મુસાફરોનું ૫રિવહન, ભારતીય માછીમારો માટે સાઇન ઓન તથા સાઇન-ઓફ વિગેરે માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય ઘ્વારા નિયત કરવામાં આવેલ ઘોરણસરની ૫ઘ્ઘતિ (SOP) મુજબ નિયમન કરવાનું રહેશે.COVID-19નાં સંચાલન માટેની રાષ્ટ્રીય માર્ગદર્શક સુચનાઓનું જાહેર સ્થળે તથા કામના સ્થળે ચુસ્ત૫ણે પાલન કરવાનું રહેશે.
આ હુકમ જે વ્યક્તિ સરકારી ફરજ ઉપર અથવા રોજગારીમાં હોય તેમજ સક્ષમ સક્ષમ અધિકારીની મંજુરી મેળવનારને લાગુ પડશે નહી.આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અઘિનિયમની કલમ-૧૩૧ અને ૧૩૫ મુજબ તથા ઇ.પી.કો. કલમ-૧૮૮ મુજબ તેમજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૫૧ થી ૬૦ની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે તાપી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અઘિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સ્ટેબલ સુઘીનો હોદ્દો ઘરાવતા તમામ અઘિકારીશ્રી/કર્મચારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે ફરીયાદ દાખલ કરવા માટે અઘિકૃત કરવામાં આવે છે.
આ જાહેરનામું તા.૦૧/૧૦/૨૦૨૦ થી તા.૩૧/૧૦/૨૦૨૦ના ૨૪.૦૦ કલાક સુઘી અમલમાં રહેશે. આ જાહેરનામું સમગ્ર તાપી જિલ્લા વિસ્તારને લાગુ ૫ડશે. આ સમય દરમ્યાન ભારત સરકાર તથા ગુજરાત સરકાર ઘ્વારા પ્રસિઘ્ઘ કરવામાં આવતી તમામ સુચનાઓ તેમજ ભારત સરકાર તથા ગુજરાત સરકારના આમુખ-(૧૭) તથા (૧૮) મુજબના હુકમમાં વખતો-વખત થતાં તમામ સુઘારાઓ તથા તે અંતર્ગત બહાર પાડવામાં આવતી તમામ SOPની ચુસ્ત૫ણે અમલવારી કરવાની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
November 22, 2024