Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં કોમી શાંતિ જળવાઈ રહે અને વર્ગ વિગ્રહો  અટકાવવા તમામ ગામડાઓની વિઝીટ કરવા પોલીસવડાનો આદેશ

  • June 21, 2018 

રાજ્યમાં કોમી શાંતિ જળવાઈ રહે અને વર્ગ વિગ્રહો જેવી ઘટનાઓ અટકાવવા તેમજ કાયદો અને વ્યવસ્થા સામાન્ય રહે તે માટે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા તમામને ગામડાઓની વિઝીટ કરવા આદેશ કરાયો છે અગામી ત્રણ માસમાં મોટે પાયે આયોજન થાય અને વિલેજ વિઝટ દરમિયાન સંબંધીત ગામના અનુસૂચિત જાતિના નાગરિકોના પ્રશ્નો સાંભળી તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી સુચના આપી છે. રાજ્યના પોલીસ વડાના સૂચન પ્રમાણે રાજ્યમાં હાલમાં ઘણા જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં અનુસૂચિત જાતિના લોકો ઉપર અત્યાચારના બનાવો બન્યા છે.જેને ધ્યાનમાં રાખીને વિલેજ વિઝીટ ઘણી જરૂરી જણાય છે.વિલેજ વિઝીટ દરમિયાન સંબંધીત ગામના અનુસૂચિત જાતિના નાગરિકોના પ્રશ્નો સાંભળીને તેનો તાત્કાલિક નિકાલ કરવાનો પણ સૂચના આપી છે.વિલેજ વિઝીટમાં ખાસ કરીને જ્યાં અનુસૂચિત જાતિના લોકોની વસ્તી વધુ હોય તેવા મહોલ્લાની મુલાકાત લઇને તેમના પ્રશ્નો અંગે કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અધિકારીઓને વિસ્તારના તમામ સંવેદનશીલ ગામોની આગામી ત્રણ માસમાં મુલાકાત લેવામાં આવે તે માટેનું આયોજન કરવાનો આદેશ કર્યો છે.રાજ્ય પોલીસ વડાએ તમામ પોલીસ અધિકારીઓને ગામની મુલાકાત કર્યા બાદ એક સંકલીત ગુપ્ત રિપોર્ટ પોલીસ કમિશ્નર,પોલીસ અધિક્ષકને મોકલવા પણ કહ્યું છે.આ ઉપરાંત ગામડાની મુલાકાત દરમિયાન સંબંધિત વિસ્તારના જે પ્રશ્નો મુલાકાત લેનાર અધિકારીના ધ્યાને આવે તે તમામ પ્રશ્નો તેમજ મુલાકાત દરમિયાન થયેલી ચર્ચા,પ્રશ્નોના થયેલા નિરાકરણ,બાકી રહેલી સમસ્યાઓ,હાજર રહેલા આગેવાનો અને તેમની રજૂઆતો વગેરેનો વિગતવાર અહેવાલ સિનિયર અધિકારીએ તૈયાર કરી પોલીસ કમિશ્નર,પોલીસ અધિક્ષકને મોકલવાનો રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application