રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નવસારી ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ ના અમલીકરણ અન્વયે તાજેતરમાં નવસારી હાઇવે વિસ્તારમાં આરોગ્ય વિભાગ અને એસ.ઓ.જી. વિભાગના સહયોગથી ૧૮ વર્ષની નીચેના વ્યકિતને તમાકુંના વેચાણ કરવા પર પ્રતિબંધ જેવા બોર્ડ કે સ્ટીકર ન લગાવેલા હોય, શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ બનાવટોનું વેચાણ કરતાં હોય, જાહેર સ્થળો પર ધુમ્રપાન કરતા હોય, તેમને કાયદાની જાગવાઇ હેઠળ તમાકુ અધિનિયમ COPTA 2003 મુજબ કુલ રૂ.૩૨૦૦/- દંડની વસૂલાત કરવામાં આવી છે.
જિલ્લા તમાકુ નિયંત્રણ સેલના નોડલ ઓફિસર ડો.ડેલીવાલાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.વિભાગના પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઇ ચૌહાણ, આરોગ્ય વિભાગના સોશિયલ વર્કર શ્રીમતી બિજલબેન ટંડેલના સહયોગથી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationઉદવાડા રેલવે સ્ટેશન નજીકથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો
April 09, 2025ચીખલીમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે વોન્ટેડ
April 09, 2025