ઉચ્છલ પોલીસે વડપાતલ ગામમાં દરોડા પાડી વરલી મટકા જુગારનો અડ્ડો ચલાવતા એક શખ્સને જુગારના સાધનો સાથે ઝડપી પાડ્યો હતો, જયારે મુખ્યસુત્રધારને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ઉચ્છલ તાલુકાના વડપાતલ ગામના નિશાળ ફળીયા માંથી ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ સ્થળે ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસોએ દરોડા પાડ્યા હતા. જેમાં મોહનભાઈ નાથાભાઈ ગામીત નો મુંબઈ થી નીકળતા વરલી મટકાના ટાઇમ બજાર, ડે મિલનના આંકડાઓ ઉપર ગેરકાયદેસર રીતે બહારથી ગ્રાહકો બોલાવી જુગાર રમી રમાડતો ઝડપાઈ ગયો હતો.
તપાસ અને અંગ ઝડતી દરમિયાન પોલીસે તેની પાસેથી જુગારના સાધનો અને રોકડ રકમ મળી કુલ 34,00/-રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, આ બનાવમાં હેડકોન્સ્ટેબલ પરસોત્તમભાઈ ફૂલચંદભાઈ ની ફરિયાદના આધારે મોહનભાઈ ગામીત વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરી મુખ્ય સૂત્રધાર અમરસિંહ જાલુભાઈ ગામીત ને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationઉદવાડા રેલવે સ્ટેશન નજીકથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો
April 09, 2025ચીખલીમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે વોન્ટેડ
April 09, 2025