Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લાના ઉમેદવારોઍ નેશનલ કેરીયર સર્વિસ પોર્ટલ રજીસ્ટ્રેશન કરવા જોગ

  • September 23, 2020 

ભારત સરકારના શ્રમ અને નિદર્શન મંત્રાલય સંચાલિત નેશનલ કેરીયર સર્વિસ પોર્ટલ પર જાબસીકર કંપની, ઍમ્પ્લોયર અને સ્થાનિક સેવા પ્રદાતા-લોક સર્વિસ પ્રોવાઇડર વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરી શકે છે.

 

નવસારી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નેશનલ કેરીયર સર્વિસ પોર્ટલ રજીસ્ટ્રેશન કરિયર કાઉન્સેલીંગ, વ્યવસાય માર્ગદર્શન, ઓનલાઇન કરીયર વેબીનાર સેમિનાર, પ્લેસમેન્ટ ડ્રાઇવ તથા ઓનલાઇન ભરતીમેળાનું આયોજન કરવામાં આવે છે. આ પોર્ટલ દ્વારા યુવાનોને પોતાની કારકિર્દી તથા નોકરીને લગતી ઉચ્ચતમ સ્તરની માહિતી મળી રહેશે. ઉપરાંત કંપનીઓ તથા ઉદ્યોગોને પોતાની જરૂરિયાત અનુસારનું કૌશલ્યમુકત માનવબળ મળી રહેશે.

 

આ પોર્ટલ પર સ્થાનિક સેવા પ્રદાતા-લોકલ સર્વિસ પ્રોવાઇડર જેવા કે ઇલેકટ્રીશીયન, પ્લમ્બર, બ્યુટીશીયન, ટેલર, સુરક્ષા ગાર્ડ વગેરે પણ પોતાનું રજીસ્ટ્રેશન વિનામૂલ્યે કરી શકે છે. ઍન.સી.ઍસ.પોર્ટલ પર રજીસ્ટ્રેશન માટે કોઇપણ જાબસીકર( રોજગાર વાંચ્છુ), ખાનગી સંસ્થા, ઍમ્પ્લોયર, લોક સર્વિસ પ્રોવાઇડર પોતાનો આધારકાર્ડ, પાનકાર્ડ અને અન્ય જરૂરી પ્રમાણપત્રો (રજીસ્ટ્રેશન વર્ગ અનુસાર માગ્યા મુજબના) સાથે www.ncs.gov.in પર જઇ પોતાનું રજીસ્ટ્રેશન કરી શકે છે અથવા જિલ્લા રોજગાર કચેરી, નવસારીનો સંપર્ક કરવા જણાવાયું છે.                     


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application