સોનગઢ એસટી ડેપો માંથી સાંજના સમયે અમદાવાદ માટે જતી એસટી બસ ને અકસ્માત નડયો હતો, જોકે આ બનાવમાં કોઈ ને જાન હાનિ પહોંચી નથી.
સોનગઢના ઉકાઈ માર્ગ પર આવેલ એસટી ડેપોમાંથી રાબેતા મુજબ સાંજના સમયે સોનગઢ થી અમદાવાદ જવા માટે બસ મેઈન બસ સ્ટોપ પર મુસાફરો લેવા પહોંચે તે પહેલાં અકસ્માત નડ્યો હતો. સોનગઢ થી અમદાવાદ જવા માટે એસટી ડેપોમાં ઉભેલી બસ નંબર જીજે/18/ઝેડ/5174 ડ્રાઈવર વિના જ ચાલી પડી હતી અને મેઈન રોડ પાર કરી ડેપો બહાર આવેલ એક સિમેન્ટની પાકી દીવાલમાં જઇ અથડાઈ હતી. બનાવની જાણ થતાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. જોકે આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાન થઈ નથી. પરંતુ આ અકસ્માતમાં બસ ના આગળના ભાગનો એક કાચ તૂટી ગયો હતો.
આ બાબતે ડેપો મેનેજર ને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, એસટી બસ ખાલી હતી. બસ ડ્રાયવર ઉતરવા પહેલા હેન્ડ બ્રેક મારવાનું ભૂલી ગયો હતો જેના કારણે આ ઘટના બની છે. આ ઘટનામાં બસનો આગળ ના ભાગે કાચ તૂટી ગયો છે. જે નુકશાની નો ખર્ચ આશરે 7 હજાર રૂપિયા બસ ડ્રાયવર ભોગવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationઉદવાડા રેલવે સ્ટેશન નજીકથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો
April 09, 2025ચીખલીમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે વોન્ટેડ
April 09, 2025