ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તારીખ ૧૪મી થી ૨૫મી માર્ચ,૨૦૨૩ દરમિયાન ધોરણ- ૧૨ (HSC) વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ યોજાઈ હતી. જેમાં નર્મદા જિલ્લામાં કુલ નોંધાયેલા ૯૩૪ પૈકી ૯૩૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા.
નર્મદા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલો મુજબ આજે તા.૦૨જી મે,૨૦૨૩ને મંગળવારના રોજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ-ગાંધીનગર દ્વારા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના જાહેર કરાયેલા ઓનલાઈન પરિણામમાં નર્મદા જિલ્લામાં કુલ ૩૪૪ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા જિલ્લાનું કુલ ૩૬.૯૯ ટકા પરિણામ નોંધાયું હતું. જે પૈકી ૦૫ વિદ્યાર્થીઓ B1 અને ૧૭ વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. જિલ્લામાં સૌથી વધુ પરિણામ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ-નિવાલ્દા, તા. દેડિયાપાડાનું ૭૫ ટકા નોંધાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application