શહેર માં કોરોના ના કેસોની ગતિ મંદ પડી છે ત્યારે જિલ્લામાં સંક્રમણની ચેનલ તૂટવાને બદલે બમણાં જોરે વધી રહી છે. આજે શહેર જિલ્લામાં ૧૨ કલાકમાં કોરોના ના વધુ ૧૫૩ કેસો નોંધાયા હતા. આ સાથે જ શહેર-જિલ્લામાં કુલ કેસની સંખ્યા ૨૪,૨૬૪ ઉપર પહોંચી છે. શહેર જિલ્લામા કુલ મોતની સંખ્યા ૮૬૬ ઉપર પહોંચી છે. અત્યાર સુધી ૨૦.૭૬૬ દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જ્યારે ૨,૪૭૯ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.
શહેરમાં વિતેલા ૧૨ કલાકમાં કોરોના સંક્રમિત કેસની સંખ્યા ધીમે ધીમે ઓછી થતી રહી છે અઠવા અને રાંદેર ઝોન સિવાય અન્ય ઝોન માં કોરોના ના કેસો ની સંખ્યા નોંધપાત્ર ઘટાડા તરફ જોવાઇ રહી છે ત્યારે આજે મનપાના સુત્રો દ્વારા ના જણાવ્યા મુજબ બપોરે ૭૨ કેસ નોંધાયા હતા. ગતરોજ અઠવા ઝોનમાં ૫૬ કેસ અને રાંદેર ઝોનમાં ૨૭ કેસ નોંધાયા હતા. શહેર-જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૦,૭૬૬ દર્દીઓ કોરોના ને માત આપી ચૂક્યા છે. જ્યારે અત્યાર સુધીમાં સારવાર અર્થે દાખલ કરાયેલા ૬૪૬ દર્દીઓ કોરોના સામે જંગ હારી ગયા છે ઉપરાંત ગતરોજ સેન્ટ્રલ ઝોનમાં ૧૪. વરાછામાં ઍ. ઝોન ૧૧. વરાછા બી ઝોનમા ૦૭ . કતારગામમાં ૧૨. લિંબાયતમાં ૦૭. ઉધનામાં ૧૦ કેસ નોંધાયા હતા.અને આજરોજ નોંધાયેલા ૭૨ કેસો ની સાથે શહેરમા કુલ પોઝિટિવ કેસ ની સંખ્યા ૧૮,૫૨૪ ઉપર પહોંચી છે.
દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ નો ભંગ કરનાર શહેરીજનો પાસેથી અત્યાર સુધીમાં ૧.૮૮.૬૩.૧૭૩ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. શહેરમાં ફરી રહેલા ધન્વંતરી રથ દ્વારા ૨.૩૬ લાખ લોકોનો આરોગ્યલક્ષી સર્વે કરીને ૨૬,૦૫૧ વ્યક્તિને સારવાર અને ૯૭ તાવ ના અને અન્ય બીમારી ના ૨૩,૫૭૪ કેસો મળી આવ્યા છે જિલ્લામાં કોરોના સામે પગલાં ભરવામાં આરોગ્ય વિભાગના દાવાઓનો છેદ ઉડી રહ્ના છે અને સંક્રમણ ની ચેનલ તૂટવાની બદલે બમણા જારે વધી રહી છે. જિલ્લા આરોગ્ય વિભાગના સૂત્રો નું પાસેથી ા વિગતો મુજબ રવિવારે બપોરે ૮૧ પોઝિટિવ કેસો સામે આવ્યા છે. ઉપરાંત જિલ્લામાં કુલ કેસની સંખ્યા ૫,૭૪૦ ઉપર પહોંચી ગઇ છે.
તેમજ કોરોના પોઝિટિવ કેસ ની સારવાર લઇ રહેલા ૨૨૦ દર્દીઓ કોરોના સામે જિંદગી હારી ગયા છે. ગ્રામીણ વિસ્તારમાં અત્યાર સુધીમાં ખતરનાક વાયરસને મ્હાત કરનારા દર્દીઓની સંખ્યા ૪,૫૧૨ થઇ ચૂકી છે છેલ્લા કેટલાક દિવસથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્ના છે. નોંધપાત્ર બાબત ઍ રહી છે કે જિલ્લામાં ઉમરપાડા તાલુકામાં લાંબા સમયથી કેસ નહીં નોંધાવાનો સીલસીલો યથાવત રહ્ના છે. શહેર-જિલ્લામાં બેફામ બની રહેલો ચેપીરોગ કોરોનાવાયરસ ના કેસો ૨૪,૨૬૪ થયો છે. અને.આ ઉપરાંત શહેરમાં પણ કોરોના સંક્રમિત કેસોની સંખ્યા ૧૮ હજાર ૫૨૪ ઉપર પહોંચી ગઇ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500