સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ભરૂચ ગોલ્ડનબ્રીજ ખાતે પાણીની સપાટી બપોરે ૪-૦૦ કલાકે ૨૮.૦૪ ફૂટે પહોચી છે. ભરૂચ ગોલ્ડનબ્રીજ ખાતે જળસપાટીમાં સતત વધારો થતો જોવા મળી રહયો છે. જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયાના માર્ગદર્શન હેઠળ ગોલ્ડનબ્રીજની વધતી સપાટી પર રાઉન્ડ ધ કલોક દેખરેખ રાખી તમામ પગલાં લેવામાં આવી રહયા છે.
નર્મદા નદીના કાંઠા વિસ્તારના લોકોને તંત્ર ધ્વારા સલામત સ્થળે સ્થળાંતર પણ કરવામાં આવ્યા છે. ત્યારે રાજયના સહકાર વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે બોરભાઠાબેટ ખાતેની શાળામાં સ્થળાંતરિત લોકોની મુલાકાત લીધી હતી. અને પૂરની પરિસ્થિતી અંગે જાણકારી મેળવી હતી. તેમની આ મુલાકાત વેળાએ અંકલેશ્વરના પ્રાંત અધિકારીશ્રી રમેશભાઇ ભગોરા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી વિગેરે અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.
ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયાના કુલ ૨૫૪૦ વ્યક્તિઔનું કરાયેલુ સ્થળાંતર
નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવતાં નર્મદાની જળ સપાટીમાં સતત વધારો નોંધાવા પામ્યો છે. પૂર નિયંત્રણ કક્ષ તરફથી મળેલ માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ભરૂચ શહેર, ગ્રામ્ય, અંકલેશ્વર અને ઝઘડિયા મળી કુલ ૨૫૪૦ વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવેલ છે. જેમા ભરૂચ શહેરમાં – ૯૯૬. ભરૂચ ગ્રામ્યમાં મંગલેશ્વર - ૨૭, નિકોરા – ૧૩૭, શુકલતીર્થ – ૫૬, કડોદબેટ–૩૨, દશાનબેટ-૩૧, તવરાબેટ – ૧૬૦ મળી કુલ-૪૪૩ વ્યક્તિઓ. અંકલેશ્વર તાલુકામાં સરફુદ્દીન – 33૫, ધંતુરીયા, - ૪૭, બોરભાઠાબેટ – ૧૧૩, જુનાહરીપુરા – ૫૨, કાંસીયા – ૭૦, છાપરા - ૫૬, સક્કરપોર-ખાલપીયા – ૧૩૯ મળી કુલ-૮૧૨ વ્યક્તિઓ. ઝઘડિયા તાકુલામાં ઓર – ૭૭, પટાર – ૪૫, ટોઠીદરા – ૪૧, તરસાલી – ૫3, પોરા-૪૪, જરસાડ – ૨૯, મળી કુલ – ૨૮૯ વ્યક્તિઓને સ્થળાંતરીત કરવામાં આવેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500