Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીની યશસ્વી કામગીરી

  • August 30, 2020 

સુરત શહેર અને જિલ્લામાં તંત્ર દ્વારા છેલ્લા ત્રણ મહિના દરમિયાન ઉમદા કામગીરી કરીને જિલ્લાની ૪૭૬૦થી વધુ ગંગા સ્વરૂપા બહેનોને મંજુરીપત્રો એનાયત કર્યા હોવાનું મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી શ્વેતા દેસાઈએ જણાવ્યું છે. છેલ્લાં ત્રણ મહિના દરમિયાન સુરત જિલ્લાની વિધવા બહેનોને વિધવા સહાયનો લાભ આપવાં માટે સઘન કામગીરી કરવામાં આવી છે. લાભાર્થી બહેનોની સરળતાં માટે અરજી, આધાર પૂરાવા અને યોજના અંગે જરૂરી તમામ માર્ગદર્શન મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા આપવામાં આવ્યું હતું. ગુજરાન ચલાવવા સહાય આશિર્વાદરૂપ બની છે. દર મહિને કુલ ૩૫,૫૦૦ ગંગા સ્વરૂપા બહેનોને ૪ કરોડ ૨૨ લાખ કરતા વધુના રૂપિયાની સહાય પુરી પાડવામાં આવે છે.

 

રાજ્ય સરકારે મહિલાઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવીને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અને દિકરીઓ માટે વ્હાલી દિકરી જેવી અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. ગંગાસ્વરૂપા બહેનોને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા માતા-બહેન જીવીત હોય ત્યાં સુધી પેન્શન મળે તેવી વ્યવસ્થા સરકારે કરી છે. આ યોજનામાં સંતાન પુખ્તવયનું થાય ત્યાં સુધી જ પેન્શન મળતું હતું. હવે આજીવન પેન્શન અપાશે. જે અંતર્ગત સુરત શહેર અને જિલ્લાના તાલુકા વહિવટીતંત્ર દ્વારા લોકડાઉન પછી ૪૭૬૦ થી વધુ વિધવા મહિલાઓને મંજુરીપત્રો એનાયત કરવામા આવ્યાં હતા. વિધવા બહેનોને માસિક રૂ.૧૨૫૦ની સહાય મળશે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application