Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

૭૫ વર્ષીય વડીલ વસંતભાઈ કોરોના સામે જીત્યા

  • August 30, 2020 

કોરોના સામે બાથ ભીડી સુરતના અનેક ઝૈફ વયના વડીલોએ કોરોનાને હરાવ્યો છે. સુરતના ડીંડોલીના ૭૫ વર્ષીય વડીલ વસંતભાઈ રેમજે કોરોના સામે જીત્યા છે.ડીંડોલી વિસ્તારની નંદનવન સોસાયટીમાં રહેતા વસંતભાઈને તાવ,શરદી ખાંસી આવતી હોવાથી ફેમિલી ડોક્ટરે ચકાસણી કરતાં ઓક્સિજન લેવલ ૭૦ થી ૭૨ ટકા  જણાતા, તાત્કાલિક નવી સિવિલમાં સારવારની સલાહ આપી. તા.૧૨ જુલાઈના રોજ રિપોર્ટ પોઝિટીવ આવતાં, સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જયાં ફેફસામાં ૬૦થી ૭૦ ટકા કોરોનાનું સંક્રમણ થયું હોવાનું જણાયું હતું. ચાર દિવસની સારવાર બાદ તબિયતમાં સુધારો આવતા તેમને સ્મીમેર હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને આગળની સારવાર માટે તા.૧૬ જુલાઈએ ચૌટા બજાર સ્થિત સુરત ચેરિટી ફંડ સંસ્થા સંચાલિત પી. ટી. શેઠ જનરલ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યાં હતા..

 

સ્મીમેર હોસ્પિટલના અનુભવોને વર્ણવતા વસંતભાઇ કહે છે કે, તબીબો અને નર્સિંગ સ્ટાફ દર્દીઓને સ્વજનની જેમ જ સાર-સંભાળ રાખતા. તબીબો પરિવાર સાથે વિડીયો કોલથી વાત કરાવી આશ્વાસન આપતા કે ‘વસંતભાઈ જલ્દી સ્વસ્થ થઈને ઘરે આવશે.’

 

વસંતભાઈએ વધુમાં જણાવ્યું કે, સ્મીમેર હોસ્પિટલના તબીબોનો ઋણી છું. વૃદ્ધાવસ્થામાં  કોરોનામુક્ત થઈને જિંદગીની નવી રાહ મળી છે. કોરોનાની મહામારીમાં ડોકટરો વડીલ દર્દીઓને પોતાના માતાપિતા સમજીને દિવસ-રાત સેવા કરે છે. પી.ટી.શેઠ હોસ્પિટલમાં મને તદ્દન નિ:શુલ્ક સારવાર આપવામાં આવી હતી.   

 

કોવિડ-૧૯ માટે સ્મીમેર હોસ્પિટલના નોડલ ઓફિસર તરીકે જવાબદારી સંભાળતા નાયબ વન સંરક્ષકશ્રી પુનિત નૈયર ડોકટરો અને સ્ટાફ સાથે રોજબરોજ ચર્ચા કરીને કોરોના દર્દીઓને કોઇ મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખે છે. મહાનગરપાલિકા દ્વારા સ્મીમેર અને સિવિલમાંથી રિફર થયેલાં દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં પણ નિ:શુલ્ક સારવારની ઉમદા વ્યવસ્થા કરવામાં આવી છે, જેના કારણે સેંકડો દર્દીઓએ આર્થિક બોજ ઉઠાવવો પડ્યો નથી.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application