કાતિલ કોરોનાના કહેર વચ્ચે આજરોજ બારડોલીમાં વધુ 14 કેસ નોંધાયા,જેને લઇ આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે, તા.29મી ઓગસ્ટ નારોજ બારડોલી શહેર સહિત તાલુકામાં કોરોનાના વધુ 14 કેસ સામે આવ્યા છે. આ સાથે બારડોલીમાં કોરોના દર્દીઓના કુલ આંક 664 થયો છે. જે પૈકી કુલ 524 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલ 116 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. આજદિન સુધી કુલ 24 દર્દીઓના મોત નીપજ્યા છે. આજરોજ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 159 સેમ્પલ લેવાયા છે. તમામનો રીપોર્ટ પેન્ડીંગ
તા.29 મી ઓગસ્ટ નારોજ બારડોલીમાં નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ
(1) 54 વર્ષીય મહિલા,બજાર ફળિયું,મઢી-બારડોલી
(2) 30 વર્ષીય પુરુષ, ટેકરી ફળિયું,મોરી-બારડોલી
(3) 34 વર્ષીય પુરુષ, દેસાઈ ફળિયું,કડોદ,બારડોલી
(4) 18 વર્ષીય યુવતી,ગેરેજ ફળિયું,હરીપુરા-બારડોલી
(5) 37 વર્ષીય પુરુષ,બંગલી ફળિયું,સુરાલી-બારડોલી
(6) 41 વર્ષીય મહિલા,મંદિર ફળિયું-બારડોલી
(7) 16 વર્ષીય યુવક,પટેલ ફળિયું,નવી કિકવાડ-બારડોલી
(8) 55 વર્ષીય પુરુષ,ઉવા,વરાડ-બારડોલી
(9) 18 વર્ષીય યુવતી,હુડકો-બારડોલી
(10) 40 વર્ષીય પુરુષ,હુડકો-બારડોલી
(11) 29 વર્ષીય મહિલા,સીએચસી ક્વોટર-બારડોલી
(12) 43 વર્ષીય પુરુષ,ડ્રાઈવર કોલોની,બાબેન-બારડોલી
(13) 49 વર્ષીય મહિલા,ભટ્ટ ફળિયું-બારડોલી
(14) 37 વર્ષીય પુરુષ,વંદના નગર,બાબેન-બારડોલી
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500