Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોબાઇલ એસેસરીઝના ગોડાઉન માંથી રૂ. ૫૨,૬૦૦ની મત્તા ચોરી ગયા 

  • August 06, 2020 

Tapi mitra news:વેડ રોડ પંડોળમાં આવેલા કે.જી.એન. ગારમેન્ટની બાજુના ગોડાઉનમાં ત્રાટકેલા તસ્કરો રૂ. ૫૨,૬૦૦ની કિંમતની મોબાઇલ એસેસરીઝ ચોરી કરી ભાગી છુટ્યા હોવાનો બનાવ પોલીસ મથકમાં નોધાયો છે. મુળ યુ.પીના કુશીનગર જીલ્લાના જીજ્ઞાગામના વતની હાલ ભરીમાતા રોડ મન્નત એપાર્ટમેન્ટમાં રહેતા  નિયાઝ ઉર્ફે રાજુ નશરૂદ્દીન શેખ મોબાઇલ એસેસરીઝનું છુટક વેચાણ કરે છે.નિયાઝની વેડ રોડ સ્થિત પંડોળના ગેટ નં. ૨ માં બજરંગ વિડીયો નજીક કે.જી.એન ગારમેન્ટ નામની દુકાનની બાજુમાં મોબાઇલ એસેસરીઝનું ગોડાઉન આવેલું છે.ચોથી ઓગષ્ટના રોજ રાત્રિના સમયે મોબાઇલ એસેસરીઝના ગોડાઉનતસ્કરો ત્રાટકયા હતા. સાંકળ સાથે મારેલું તાળું તોડી તસ્કરો અંદર પ્રવેશી ઇયર ફોન , પેન ડ્રાઇવ , બ્લુટુથ, ચાર્જર , ડેટા કેબલ , પાવર બેંક વિગેરે મળી કુલ રૂ. ૫૨,૬૦૦ની મત્તા ચોરીને ફરાર થઇ ગયા હતા. આ ઘટના અંગે ગોડાઉન માલિક નિયાઝ ઉર્ફે રાજુ નશરૂદ્દીન શેખને જાણ થતાં તાત્કાલ ચોકબજાર પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી જરૂરી ચેકીંગ કર્યા બાદ નિયાઝ શેખની ફરીયાદના આધારે ચોકબજાર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application