તાપીમિત્ર ન્યુઝ,ડોલવણ:ડોલવણના રાયગઢ ગ્રામ પંચાયત વિસ્તારમાં કરવામાં આવેલ વિકાસલક્ષી કામો તેમજ સ્થાનિકોને મળવાપાત્ર યોજનાકીય લાભો અંગે ગામના એક જાગ્રત નાગરિક દ્વારા RTI એક્ટ હેઠળ તા.૧૮મી જુન ૨૦૧૬માં,વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૫ વર્ષની ગ્રામ પંચાયતની માહિતી માંગી હતી.જેમાં અત્યંત ચોંકવનારી વિગતો પ્રકાશમાં આવી છે.RTI એક્ટ હેઠળ જાગ્રત નાગરિક દ્વારા ભેગી કરવામાં આવેલ માહિતી મુજબ જાગ્રત નાગરિકો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં સામુહિક વિકાસના કામોમાં મહદઅંશે ગેરરીતિઓ તેમજ મોટાપાયે સરકારી નાણાનો દુરઉપયોગ કરી લાભાર્થીઓને લાભ ના આપી સરકારી નાણાનો દુરઉપયોગ કરી મસમોટો ભ્રષ્ટાચાર થયું હોવાનું સામે આવ્યું છે. તાપી જિલ્લાના નવરચિત ડોલવણ તાલુકાના રાયગઢ ગ્રામ પંચાયત વિસ્તારમાં કરવામાં આવેલ કામો,સ્થાનિકોને મળવા પાત્ર યોજનાકીય લાભો સહિત સરકારી નાણા ખર્ચ કરનાર ગ્રામ પંચાયત પાસે પાઈ-પાઈ નો હિસાબ RTI એક્ટ હેઠળ માંગનાર જાગ્રત નાગરિકે પુરાવા સાથે તા.૧૦મી એપ્રિલ ૨૦૧૭ નારોજ તકેદારી આયોગ ગાંધીનગરનર જાણ કરી હતી.તેના અનુસંધાને તકેદારી આયોગે ૨૯મી એપ્રિલ ૨૦૧૭ નારોજ DRDA વિભાગ-તાપીને જાણ કરી અહેવાલ સુપ્રત કરવા અંગે સુચના આપી હતી.આયોગની સુચનાથી ફફડી ઉઠેલા DRDA વિભાગના કેટલાક ભ્રષ્ટઅધિકારીઓએ તા.૩૧મી ઓગસ્ટ ૨૦૧૭ નારોજ રાયગઢ ગ્રામ પંચાયત વિસ્તારમાં તપાસ નામના ઘોડા કાગળો ઉપર દોડાવ્યા હતા.જોકે,તપાસમાં શું બાહર આવ્યું તે આજદિન સુધી સસ્પેન્સ રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.રાયગઢ ગ્રામ પંચાયત વિસ્તારમાં તકેદારી આયોગની સુચના બાદ DRDA વિભાગ-તાપી ના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ તપાસનો અહેવાલ જાગ્રત નાગરિકને આજદિન સુધી મળ્યો નથી.જેને લઇ DRDA વિભાગની કામગીરી સામે મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે.હાલ જાગ્રત નાગરિક દ્વારા અહેવાલ મેળવવા માટે સંબંધિત વિભાગો સહિત ઉચ્ચસ્તરીય ફરિયાદ કરવામાં આવી છે,અને સમયસર અહેવાલના મળે તો હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવા માટે તજવીજ શરુ કરી હોવાનું જાણવા મળ્યું છે.
High light:RTI એક્ટીવિસ્ટો જોગ....તાપી,ડાંગ,નવસારી,સુરત અને નર્મદા જિલ્લાના RTI એક્ટીવિસ્ટો કે જેઓની પાસે સરકારી વિભાગોમાં થતી ગેરરીતિઓ/ભ્રષ્ટાચાર/કૌભાંડ તેમજ સરકારી બાબુઓની બેનામી સંપત્તિ/ ભ્રષ્ટાચાર અંગે કોઈપણ માહિતી હોય તો એવા RTI એક્ટીવિસ્ટોએ તાપીમિત્ર સાપ્તાહિક અખબારના 7820092500 નંબર ઉપર સંપર્ક કરવો અથવા tapimitranews@gmail.com પર માહિતી મોકલી આપવી.અમે બનીશું આપનો અવાજ અને કૌભાંડીઓને સમાજ અને તંત્રની સામે ખુલ્લા પડીશું...High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationઉદવાડા રેલવે સ્ટેશન નજીકથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો
April 09, 2025ચીખલીમાં કારમાંથી દારૂનાં જથ્થા સાથે ચાલક ઝડપાયો, બે વોન્ટેડ
April 09, 2025