Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાલિકાએ ભાડાના મુદ્દે ગોટાલાવાડી ટેનામેન્ટના ઈજારદારને બ્લેકલિસ્ટ કરતા અસગ્રસ્તોની ભુખ હડતાળ

  • August 01, 2020 

Tapi mitra news:ગોટાલાવાડી ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેકટમાં નિષ્ફળ ઇજારદારને બ્લેકલિસ્ટ કરવામાં આવતા અસરગ્રસ્ત ૧૩૦૪ પરિવારમાં રોષને માહોલ છે. પાલિકાની મુખ્ય કચેરીએ સવારે ૧૧ વાગેથી અસરગ્રસ્તો ભુખ હડતાળ પર બેસી ગયા હતા અને શાસકોની હાય હાય બોલાવી હતી. ઇજારદાર ભાડુ સાથે બાંધકામ ચાલુ કરવાની બાંયધરી આપવા છતાં તેને બ્લેકલિસ્ટ કરાયો હોવાનો આરોપ અસરગ્રસ્તોએ મુક્યો છે. મેયરે કહ્યું કે, અસરગ્રસ્તોને ૧૧ મહિનાથી ભાડુ ચૂકવાયું નથી જેતી શિક્ષાત્મક પગલા લેવાતા તેણે બાંયધરી આપી છે. લોકોના રૂપિયા કઢાવવાની જવાબદારી પણ પાલિકાની છે. ઉપવાસ પર બેઠેલા અસરગ્રસ્તોનું જણાવવું છે કે, ઇજારદાર જે.પી.ઇસ્કોન સ્ટેન્ડીંગ કમિટી માં રુબરુ હાજર થઈ ને ૧૩૦૪ પરીવારને ભાડુ આપવાનું તેમજ બાંધકામ ચાલુ કરવાનું હકારાત્મક નોટરી અંગેનું બાંયધરી પત્ર રજુ કર્યું હતું. પરંતુ સ્ટેન્ડીંગ કમિટીએ બિલ્ડર ને ખોટી રીતે બ્લેક લિસ્ટ કરી ૧૩૦૪ પરીવારના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે. જો કદાચ આ નોટરી કરેલી બાંયધરી પત્ર નો ઉપયોગ કરી બિલ્ડર કોર્ટ માંથી સ્ટે લાવશે તો અસરગ્રસ્તોનું શુ થશે ? હાલના મંદીના મહોલ માં નવો કોઈ બિલ્ડર આવશે તેવુ દેખાતુ નથી. મેયર ડો. જગદીશ પટેલએ જણાવ્યું હતું કે, ઇજારદારે હાલમાં એક મહિનાનું ભાડું ચુકાવવાની બાંયધરી આપી બાકીના ૧૧ મહિનાના ભાડા અંગે શિડ્યુઅલ ગોઠવવાની વાત કરી હતી. પરંતુ ભૂતકાળમાં અગાઉ માત્ર એક વાર ભાડું ચુકવીને પછી આપવાનું બંધ કરી દીધું હતું. બે વર્ષથી પ્રોજેકટ લેટ ચાલે છે. નથી ભાડા રેગ્યુલર આપ્યા કે બાંધકામ શરૂ કર્યુ નથી. જેથી બ્લેકલીસ્ટ કરાયો છે. અમે અસરગ્રસ્તોને પણ આ જ સમજાવ્યું છે અને તેઓ સાથે વાત પણ ચાલે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application