Tapi mitra news:હજીરાની આઈઓસીએલ કંપની માંથી રવાના કરવામાં આવતા ટેન્કર માંથી ડીઝલ ચોરી કરવાના કૌભાંડનો ગઈકાલે સચીન જીઆઈડીસી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસની તપાસમાં ડીઝલ ચોરીમાં ડ્રાઈવરની સાથે ટ્રાન્સપોર્ટના ટેન્કર માલીકનો જ હાથ હોવાનુ બહાર આવ્યું છે, પોલીસે ટેન્કર માલીકને રંગેહાથે ઝડપી પાડ્યો હતો જયારે પોલીસને જીઈને ડ્રાઈવર ભાગી છુટ્યો હતો. બનાવ અંગે પોલીસે કંપનીનાઓફિસરની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.
વેસુ શિખર રેસીડેન્સીની સામે ક્રિષ્ણા રેસીડેન્સીમાં રહેતા ૨૨ વર્ષિય યોગેશકુમાર કિશનલાલ કાલાવત હજીરા રોડ ઈચ્છાપોર કવાસ રોડ ખાતે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લીમીટેડ કંપનીમાં ઓફીસર તરીકે નોકરી કરે છે, આઈઓસીએલ કંપની દ્વારા અમન ટ્રાન્સપોર્ટ કંપનીને કોન્ટકટ આપવામાં આવ્યો છે આ ટ્રાન્સપોર્ટ કંપનીના ટેન્કરો મારફતે જુદી-જુદી જ્ગ્યાએ લો સલફર હાઈ ફ્લેસ ડીઝલ હજીરા ખાતે આવેલ આઈએસઓ માંથી ભરી મોકલવામાં આવે છે. ગત તારીખ ૨૩મીના રોજ સાંજે ટ્રાન્સપોર્ટના ટેન્કરમાં ૧૨૦૦૦ લીટર ડીઝલ ભરાવી રવાના કરવામાં આવ્યો હતો. જોકે રાત્રીના સમયે સચીન પોલીસ દ્વારા શાલીમાર માધવબાગ પાર્ક પાસે ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરતા એકને ઝડપી પાડયો હતો. ઝડપાયેલા યુવકે ઉનમાં રહેતા હોવાની સાથે પોતાનું નામ મુખ્તાર નાઝીર શેખ જણાવ્યું હતું. સાથે ટેન્કર આઈઓસીએલનું હોવાનુ બહાર આવતા પોલીસે કંપનીના ઓફિસર યોગેશને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા. મુખ્યારની પુછપરછ કરતા ટેન્કર માલીક હોવાનુ કબુલાત કરી હતી. તેના જ કહેવા પર ડ્રાઈવર સાજનસીંગ ટેન્કર લઈને આવ્યો હતો. પોલીસની રેડ જોઈને સાજનસીંગ ભાગી ગયો હતો. ટેન્કરમાં પાઈપ નાંખેલો હતો.૨૦ લીટરના બે કેરબા ભરેલા હતા. બનાવ અંગે સચીન જીઆઈડીસી પોલીસે યોગેશકુમારની ફરિયાદ લઈ અમન ટ્રાન્સપોર્ટના ટેન્કર માલીક મુખ્યાર રવિયા શેખ અને ડ્રાઈવર સાજનસીંગ સામે વિશ્વાસધાતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application