Tapi mitra news:સુરતના નવાપુરા ચોક્સી બજારમાં આવેલા ડાહ્યાભાઈ રણછોડદાસ જવેલર્સમાં સેલ્સમેન તરીકે કામ કરતા વરાછાના યુવક અને યુવતીએ રૂ.૮ લાખની કિંમતની સોનાની ચેઇનનું પડીકું લઇ જઈ છેતરપિંડી આચરતા મહિધરપુરા પોલીસે જવેલરની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સુરતના પાર્લે પોઈન્ટ સર્જન સોસાયટી ઉતર ગુજરાત પટેલનગરની બાજુમા કરૂણાસાગર સોસાયટી ઘર નં. ૧/એ માં રહેતા ૬૯ વર્ષીય અજીતકુમાર ડાહ્યાભાઈ ચોકસી નવાપુરા ચોકસી બજાર પારસી શેરી ૩/૧૩૭,૧૮૬ માં ડાહ્યાભાઈ રણછોડદાસ જવેર્લસના નામે જવેલરી શોપ ધરાવે છે. તેમને ત્યાં સેલ્સમેન તરીકે પાંચ યુવક-યુવતી નોકરી કરે છે. તે પૈકી હાર્દિક વિનુભાઈ ડોડીયા ( રહે.૧૭/૦૪૦, સોહમ એપાર્ટેમેન્ટ, નવી શક્તિ વિજય સોસાયટી પાસે, હિરાબાગ સર્કલ, વરાછા, સુરત અને ૠતિકા જગદીશભાઈ નાથાણી ( રહે.૨૭૨, વર્ષા સોસાયટી, માતાવાડી, વરાછા, સુરત ) એ ગત ૧૬ માર્ચના રોજ જવેલરે સોનાના દાગીના લેવા મુકવા માટે રોજની જેમ આપ્યા હતા તેનો ફાયદો ઉઠાવી રૂ.૮ લાખની કિંમતનું સોનાની ચેઈનનુ ૨૦૦ ગ્રામનું પડીકું સેરવી લીધું હતું અને લઇ ગયા હતા. રાત્રે સ્ટોક ગણતરીમાં આ અંગે જાણ થતા જવેલરે તમામ સેલ્સમેનની પુછપરછ કરી હતી તેમજ સીસીટીવી ફૂટેજ ચકાસતા હાર્દિક અને ૠતિકા ભોંયરામાંથી ઉપર મોડા આવતા નજરે ચઢ્યા હતા.આ અંગે છેવટે અજીતકુમારે ગતરોજ બંને સેલ્સમેન વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500