વલસાડનાં વાપી ચાર રસ્તા પાસે સરનામું પૂછવાના બહાને નજીક આવી બે ગઠિયા નજર ચુકવીને રાહદારીનો મોબાઈલ ફોન તેના ખિસ્સામાંથી સેરવી ગયા હતા. બનાવ અંગે પોલીસે બે આરોપીની અટક કરી તેના કબ્જામાંથી ચોરીનો ફોન રિકવર કર્યો હતો. મળતી માહિતી મુજબ, ઉમરગામ તાલુકાનાં વલવાડા ગામે રહેતા વિક્કી પીરૂભાઈ પટેલ વાપીની કંપનીમાં નોકરી કરે છે.
તેઓ વાપી જીઆઈડીસી ચાર રસ્તા નજીક સર્વોત્તમ હોટલ પાસેથી પસાર થતો હતો. ત્યારે બે અજાણ્યા ઈસમ સરનામું પુછવાના બહાને નજીક આવ્યા હતા અને વાતમાં ભોળવી નજર ચુકવી વિક્કીના પેન્ટના ખિસ્સામાં મૂકેલો ઓપો કંપનીનો મોબાઈલ ફોન સેરવી નાસી ગયા હતા. દરમિયાન વાપી જીઆઈડીસી પોલીસે બે ચોર ઈસમ નામે આનંદ ઉર્ફે ગુડ્ડો અશોક પટેલ અને અભિષેક સચિન્દ્ર ઝાને પકડી પાડ્યા હતા. આમ, પોલીસે આ આરોપીના કબ્જામાંથી મોબાઈલ ફોન કબજે કર્યો હતો. જે બાદ ઘટનાની જાણ વિક્કી ભાઈને કરાતા તેમણે પોલીસ સમક્ષ પોતાના ફોન ચોરીની હકીકત વર્ણવી બંને ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application