Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈમાં 3 શખ્સો જુગાર રમતા ઝડપાયા

  • May 18, 2021 

સોનગઢના ઉકાઈ વિસ્તારમાં જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમતા 3 જુગારીયાઓને ઉકાઈ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

 

 

 

ઉકાઈ પોલીસ સ્ટાફના માણસો મંગળવારે બપોરના સમયે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે ઉકાઈના વર્કશોપ ઝૂપડપટ્ટી વિસ્તારમાં પીપળાના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં ગંજી પાના વડે હાર-જીતનો જુગાર રમતા (1) અર્જુનભાઈ વનાભાઈ સાપોટે (2) ચંપકભાઈ હીરાભાઈ ચૌધરી અને (3) રમેશભાઈ લટકનભાઈ દેવરે ત્રણેય રહે, વર્કશોપ ઝૂપડપટ્ટી-ઉકાઈ નાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.

 

 

 

પકડાયેલા જુગારીયાઓ પાસેથી અંગ ઝડતી માંથી રૂપિયા 2 હજાર તેમજ જુગારના સાધનો સહીત કુલ રૂપિયા 2,500/- નો મુદ્દામાલ કબજે કરી પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈની ફરિયાદના આધારે ત્રણેય ઈસમો વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application